ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાયેલી વન-ડેમાં ભારતની સૌથી ખરાબ હાર

  • March 20, 2023 02:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ભારતને અત્યાર સુધીની સૌથી ખરાબ હાર મળી છે. ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટ અને 234 બોલ બાકી રાખીને મેચ પોતાના નામે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં માર્શ-હેડે તોફાની બેટિંગ કરી હતી. જ્યારે બોલર્સની વાત કરીએ તો સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી.


ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની આજે બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 118 રનનો નાનકડો ટાર્ગેટ મળ્યો હતો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે જ 10.5 ઓવરમાં જ પૂરો કરી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમની રનરેટની જો વાત કરીએ તો 11ની રનરેટથી રમીને ચેઝ કરી લીધો હતો. ઓપનર્સ મિચેલ માર્શ અને ડ્રેવિસ હેડે 121 રન બનાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. મિચેલ માર્શે 36 બોલમાં 66* રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51* રન બનાવ્યા હતા. આમ આજે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત બાદ હવે સિરીઝની છેલ્લી મેચ રહેશે. જે 22 માર્ચના રોજ ચેન્નાઈ ખાતે રમાવામાં આવશે.


ભારતને વન-ડેના ઈતિહાસની સૌથી ખરાબ હાર આજની ગણી શકાય. બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 234 બોલ બાકી રાખીને મેચ જીતી હતી અને ભારતની આ અત્યાર સુધીની સૌથી ખરાબ હાર ગણી શકાય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application