ભારતે T20 Worldcup 2024નો ખિતાબ જીતી લીધો છે. સાઉથ આફ્રિકાને ફાઈનલ મેચમાં હરાવીને ભારતે ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી હતી, ત્યાર બાદ બોલરોએ ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ કરી અને દક્ષિણ આફ્રિકાને વિજય નોંધાવતા રોકી હતી. આફ્રિકાને છેલ્લી 4 ઓવરમાં 26 રનની જરૂર હતી, તેમ છતાં ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી અને ટીમને 7 રનથી જીત અપાવી.
ભારતે 177 રનનો આપ્યો હતો ટાર્ગેટ
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મેચમાં રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે 72 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી હતી. અક્ષર પટેલે 31 બોલમાં 47 અને વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ પણ 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech