કઠોળ અને લીલા શાકભાજીના પણ ભાવ વધી રહ્યા છે, પરંતુ બટેટા, ડુંગળી અને ટામેટાંના ભાવ સામાન્ય માણસના રસોડાના બજેટને સૌથી વધુ બગાડી રહ્યા છે. ત્યારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. ટૂંક સમયમાં રસોડામાં ભૂટાનીઝ બટેટા મળશે. બટેટાની વધતા ભાવને નિયંત્રિત કરવા માટે, સરકાર પાડોશી દેશ ભૂટાનથી આયાત વધારી શકે છે. જેનાથી બટેટાની વધતી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને લોકોને સસ્તા દરે બટેટા મળી શકશે.
મોંઘવારી રોકવાની યોજના
એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટેટાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે. ત્યારે સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પાડોશી દેશ ભૂટાનથી બટેટાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે. અન્ય દેશોમાંથી બટેટાની આયાત કરવાનું પણ વિચારી શકાય.
અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર હાલમાં વેપારીઓને ઓછી માત્રામાં બટેટાની આયાત કરવાની છૂટ આપી શકે છે. સરકારે ગયા વર્ષે ભૂટાનથી બટેટા ખરીદવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી હેઠળ, વેપારીઓ ભૂટાનથી બટેટા ખરીદી શકતા હતા અને જૂન 2024 સુધી લાઇસન્સ વિના ભારતમાં લાવી શકતા હતા.
નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં વેપારીઓને નાની માત્રામાં સ્ટેપલની આયાત કરવાની મંજૂરી આપશે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતના મુખ્ય બટેટા ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે હવામાન સંબંધિત ગંભીર નુકસાનને કારણે ઉત્પાદનને અસર થઈ હતી, જેના કારણે ભાવમાં વધારો થયો હતો.
બટેટાનું ઉત્પાદન આટલું જ રહી શકે
બટેટાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. બટેટાના ઉત્પાદનમાં માત્ર ચીન ભારતથી આગળ છે. ગયા વર્ષે ભારતમાં 60.14 મિલિયન ટન બટેટાનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે બટેટાનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. કૃષિ મંત્રાલયના પ્રથમ આગોતરા અંદાજ મુજબ દેશમાં આ વર્ષે બટેટાનું ઉત્પાદન લગભગ 58.99 મિલિયન ટન થઈ શકે છે.
વાસ્તવમાં ખરાબ હવામાનને કારણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બટેટાના પાકને અસર થઈ છે. જેના કારણે ડુંગળી અને ટામેટાની જેમ બટેટાના ભાવ પણ વધવા લાગ્યા છે. ટામેટા, ડુંગળી અને બટેટાની મોંઘવારી વધીને 48.4 ટકા થઈ ગઈ છે. આશંકા છે કે બટેટાની કિંમતો સતત વધી શકે છે અને ઓક્ટોબરથી બજારમાં અછત સર્જાઈ શકે છે. સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં બજારમાં બટેટાની અછત સર્જાતી હોય છે, પરંતુ આ વખતે તેની અસર જોવા મળી રહી છે.
હાલ દેશભરમાં બટેટાના ભાવ 40-50 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech