BREAKING NEWS

ભારત કયારેક વિશ્વ ગુરુ હતું, પરંતુ અત્યારે નથી: મુરલી મનોહર જોશી

  • April 20, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને પાર્ટીના વરિ નેતા મુરલી મનોહર જોશીએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. સંસ્કૃત ભારતીના કાર્યાલયના ઉધ્ઘાટન સમયે, મુરલી મનોહર જોશીને પૂછવામાં આવ્યું કે શું આપણો દેશ વિશ્વગુ (વિશ્વ નેતા) છે, અને કૃત્રિમ બુદ્ધિ પણ એક મોટો ચર્ચાસ્પદ શબ્દ બની ગયો છે, તો ભાષા શું ભૂમિકા ભજવે છે? ત્યારે તેમણે કહ્યું, માં માનવું છે કે આપણે પવિશ્વગુપ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે એક સમયે વિશ્વગુ હતા. હવે નથી. તેમણે વધુમાં ઉમેયુ કે વિશ્વગુ હોવો જોઈએ. પરંતુ આજે આપણે વિશ્વગુ નથી. જોકે, તે સંદર્ભમાં સંસ્કૃત ભાષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાસા વારંવાર કહે છે કે સંસ્કૃત વાતચીત માટે સૌથી મહત્વપૂર્ણ ભાષા છે.ભૂતપૂર્વ મંત્રીએ કહ્યું, માં માનવું છે કે જો આપણે સંસ્કૃતને શકય તેટલી વહેલી તકે વૈશ્વિક સંદેશાવ્યવહારની ભાષા બનાવીએ તો તે ભારત માટે એક અભૂતપૂર્વ યોગદાન હશે. કારણ કે આ ભાષામાં જ્ઞાનના વિશાળ સમુદ્રને એક જ કવચમાં બધં કરવાની શકિત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News