વર્ષ ૨૦૨૪માં ભારત સમગ્ર વિશ્વમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં રેમિટન્સ મેળવવાના મામલે ભારત ટોચના દેશોમાં સામેલ થયું છે. વર્તમાન વર્ષમાં રેમિટન્સ દ્રારા ભારતમાં ૧૨૯ બિલિયન ડોલર આવવાની ધારણા છે. આ યાદીમાં ભારત પછી મેકિસકો, ચીન, પાકિસ્તાન અને ફિલિપાઈન્સ આવે છે. વિશ્વ બેંકના અર્થશાક્રીઓએ આ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે ઉચ્ચ આવકની શ્રેણીમાં આવતા દેશોમાં જોબ માર્કેટમાં સુધારો થયો છે, જેના કારણે રેમિટન્સમાં વધારો થયો છે.
વિશ્વ બેંકના અર્થશાક્રીઓએ ગઈકાલે એક બ્લોગ પોસ્ટ લખી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રેમિટન્સ પ્રા કરવાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના ૫ દેશોમાં છે. એવો અંદાજ છે કે ૨૦૨૪માં રેમિટન્સ દ્રારા ભારતમાં ૧૨૯ બિલિયન ડોલર આવશે. મેકિસકો બીજા સ્થાને છે. મેકિસકોને રેમિટન્સ દ્રારા ૬૮ બિલિયન ડોલર પ્રા થવાનો અંદાજ છે. ૪૦ અબજ ડોલરનું રેમિટન્સ ફિલિપાઈન્સમાં આવશે. વલ્ર્ડ બેંકના અર્થશાક્રીઓના મતે, ૨૦૨૪માં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સત્તાવાર રેમિટન્સ ૬૮૫ બિલિયન ડોલર સુધી પહોંચી જશે, જે ૫.૮ ટકા વધુ છે, યારે ૨૦૨૩માં ૧.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
રેમિટન્સ મેળવવાના મામલે ચીન અને પાકિસ્તાન બંને ભારતથી ઘણા પાછળ છે. એવો અંદાજ છે કે વર્ષ ૨૦૨૪માં રેમિટન્સ દ્રારા ચીનમાં ૪૮ અબજ ડોલર આવશે. યારે પાકિસ્તાનને આ વર્ષે રેમિટન્સ દ્રારા ૩૩ બિલિયન ડોલર મળવાનો અંદાજ છે.
વલ્ર્ડ બેંકના અર્થશાક્રીઓએ બ્લોગમાં લખ્યું છે કે, કોવિડ–૧૯ પછી ઓઈસીડીના ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં જોબ માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે, જે રેમિટન્સમાં વધારાનું મુખ્ય કારણ છે.
ખાસ કરીને અમેરિકામાં, વિદેશી જન્મેલા કામદારોના રોજગારમાં ૧૧ ટકાનો ઉછાળો આવ્યો છે, જે કોવિડ રોગચાળા પહેલા ફેબ્રુઆરી ૨૦૨૦ માં જોવા મળ્યો હતો.
વિદેશમાં રહેતા બિનનિવાસી ભારતીયો રેમિટન્સ દ્રારા અહીંની અર્થવ્યવસ્થાને સૌથી મોટો ટેકો પૂરો પાડે છે. આ ભારતીયો વિશ્વના જુદા જુદા દેશોમાં કામ કરે છે અને રેમિટન્સના પમાં અબજો ડોલર તેમના દેશમાં મોકલે છે. તેમના દેશમાં રેમિટન્સ મોકલીને તેઓ વિદેશી હંડિયામણ પ્રદાન કરી રહ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી ચલણના પમાં રેમિટન્સ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં મદદ કરે છે અને અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech