સિંગાપોરની ગણતરી વિશ્વના પ્રખ્યાત દેશોમાં થાય છે. ૪૬૦ બિલિયન ડોલરની જીડીપી સાથે, સિંગાપોર વિશ્વની ટોચની ૫૦ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. ભારતના ત્રણ અમીર પરિવારોની આવક સિંગાપોરના જીડીપી જેટલી છે. આ ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં એક રિપોર્ટમાં સામે આવ્યો છે.આ યાદીમાં પહેલું નામ રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીનું છે. અંબાણી પરિવારની કુલ સંપત્તિ ૨૫.૮ લાખ કરોડ પિયા છે. આ શ્રેણીમાં બીજું નામ બજાજ પરિવારનું છે. બજાજ પરિવારના વડા નીરજ બજાજની કુલ સંપત્તિ ૭.૧ લાખ કરોડ પિયા છે. બિરલા પરિવાર ત્રીજા નંબરે છે. કુમાર મંગલમ બિરલાની પાસે ૫.૪ લાખ કરોડ પિયા છે. આ ત્રણેયની રકમ મળીને ૪૬૦ અબજ ડોલર એટલે કે ૩૮ લાખ કરોડથી વધુ છે, જે સિંગાપોરના જીડીપીની બરાબર છે. અદાણી પરિવાર પ્રથમ પેઢીમાં આવે છે. પ્રથમ પેઢીની યાદીમાં અદાણી . ૧૫.૪ લાખ કરોડ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ૨.૪ લાખ કરોડ પિયાની નેટવર્થ સાથે સીરમ ઇન્સ્િટટૂટના માલિક પૂનાવાલાનું નામ છે. આ સિવાય દેવી લેબોરેટરીઝનો દેવી પરિવાર ૯૧ હજાર કરોડ પિયાની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
૨૦૨૪માં દેશના ટોચના બિઝનેસ પરિવારો પાસે ૧.૩ ટિ્રલિયન ડોલરની સંપત્તિ હશે. આ આંકડો સ્વિટઝર્લેન્ડ અને યુએઈના જીડીપી કરતા વધુ છે. આ યાદીમાં નામ લેવા માટે કોઈપણ બિઝનેસ ફેમિલીની આવક ૨,૭૦૦ કરોડ પિયાથી વધુ હોવી જોઈએ. દેશના ૧૨૪ બિઝનેસ ફેમિલીના નામ આ યાદીમાં સામેલ છે, જે મળીને ૧ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.
હલ્દીરામ સ્નેકસ . ૬૩,૦૦૦ કરોડ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. આ યાદીમાં સામેલ ૧૫ કંપનીઓના માલિકી અધિકાર મહિલાઓ પાસે છે. છઠ્ઠી પેઢીમાં ગાડગીલ પરિવાર ૩,૯૦૦ કરોડ પિયા સાથે પ્રથમ સ્થાને છે. તો શ્રીરામ પરિવારનું નામ ૫મી પેઢીમાં ટોચ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech