ભારત ગેરકાયદે ઇમિગ્રન્ટસને પાછા લેવા તૈયાર: ટ્રમ્પ

  • January 28, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી કહ્યું હતું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને પાછા મોકલવા અંગે યોગ્ય પગલાં લેશે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિએ વધુમાં કહ્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં કોઈક સમયે અમેરિકાની મુલાકાત લેવાના છે. જોકે વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટ્રિ આપી નથી.
રોઇટર્સે અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે વાતચીત બાદ એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આજે સવારે મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ. તેઓ આવતા મહિને, કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે,મોદી સાથે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને પાછા લેવા માટે ભારત જે યોગ્ય છે તે કરશે.
ટ્રમ્પના આ નિવેદનો બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ, ઇન્ડો–પેસિફિક, મધ્ય પૂર્વ અને યુરોપમાં સુરક્ષા તેમજ વાજબી દ્રિપક્ષીય વેપાર સંબંધો સંબંધિત બાબતો પર ચર્ચા કર્યાના એક દિવસ પછી આવ્યા છે. વાતચીત પૂર્ણ થયા પછી પીએમ મોદીએ કહ્યું હતું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનદં થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન. અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું,
વ્હાઇટ હાઉસે બંને નેતાઓ વચ્ચે થયેલી વાટાઘાટોનું એક નિવેદન બહાર પાડું જેમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ સહકારને વિસ્તૃત કરવા અને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. આજે, રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સકારાત્મક વાતચીત કરી. બંને નેતાઓએ સહયોગને વિસ્તૃત કરવા અને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે ઇન્ડો–પેસિફિક, મધ્ય પૂર્વ અને યુરોપમાં સુરક્ષા સહિત વિવિધ પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, તે જણાવે છે.
રાષ્ટ્ર્રપતિએ ભારત દ્રારા અમેરિકન નિર્મિત સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અને વાજબી દ્રિપક્ષીય વેપાર સંબંધો તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂકયો. નેતાઓએ વડા પ્રધાન મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાતની યોજનાઓની ચર્ચા કરી, જે બંને રાષ્ટ્ર્રો વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂકે છે. બંને નેતાઓએ યુએસ–ભારત વ્યૂહાત્મક ભાગીદારી અને ઇન્ડો–પેસિફિક કવાડ ભાગીદારીને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application