ઈ–થ્રી વ્હીલર્સના વેચાણની દ્રષ્ટ્રિએ ભારતે ચીન કરતા પણ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ધ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૩માં ભારતમાં ઈ–થ્રી વ્હીલર્સનો વેચાણ આકં ચીન કરતા પણ વધુ રહી ૫.૮૦ લાખ રહ્યું હતું. ચીનમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
સરકારી પ્રોત્સાહનોને કારણે ભારતમાં ઈ–વ્હીકલ ક્ષેત્રે ક્રાંતિ થઈ રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૨૦૨૩માં વિશ્વમાં વેચાયેલા દર પાંચમાંથી એક થ્રી વ્હીલર્સ ઈલેકિટ્રક હતા. આમાંનું ૬૦ ટકા વેચાણનું મૂળ ભારતમાં હતું. ઈ–વાહનોના વેચાણમાં વિશ્વભરમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો હોવાનું જણાવી એજન્સીએ નોંધ્યું હતું કે, ઊભરતી બજારોમાં વીજ વાહનોની માગમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ઈલેકિટ્રક કારની વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેશે અને ૨૦૨૪માં તેનો વેચાણ આકં વિશ્વભરમાં ૧.૭૦ કરોડ પહોંચવાની અપેક્ષા છે, જે દરેક પ્રકારના કારના કુલ વૈશ્વિક વેચાણના વીસ ટકા જેટલો હશે. ભારતમાં ગયા વર્ષે વીજ વાહન બજારે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. સરકાર દ્રારા પૂરી પડાયેલી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટિ્રક વ્હીકલ્સ (ફેમ–ટુ) સબસિડી સ્કીમને કારણે આ શકય બન્યું છે. ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૩માં ભારતમાં ઈ–થ્રી વ્હીલર્સના વેચાણમાં ૬૫ ટકા વધારો થઈને ૫.૮૦ લાખ રહ્યું હતું જે ચીન કરતા વધુ હતું. આની સામે ચીનમાં વેચાણ આઠ ટકા ઘટી ૩.૨૦ લાખ રહ્યું હતું. ૨૦૨૩માં ભારતના ઈ–ટુ વ્હીલર્સના વેચાણમાં ૪૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. ચીન તથા એશિયન દેશો સાથે ભારત ટુ તથા થ્રી વ્હીલર્સની બજારમાં વૈશ્વિક આગેવાન તરીકે ઊભરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech