ભારતનો કેનેડાના ૪૦ રાજદ્રારીઓને દેશ છોડવા આદેશ

  • October 03, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ભારત સરકારે ડઝનેક કેનેડિયન રાજદ્રારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યેા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અખબાર અનુસાર, ભારત સરકારે કેનેડાને કહ્યું કે તેના રાજદ્રારીઓ ભારત છોડી દે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે મોદી સરકારે કહ્યું છે કે ૪૦ કેનેડિયન રાજદ્રારીઓ ૧૦ ઓકટોબર સુધીમાં ભારત છોડી દે.


ભારત સરકારે પહેલેથી જ આનો સંકેત આપ્યો હતો યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અહીં જર કરતાંવધુ કેનેડિયન રાજદ્રારીઓ તૈનાત છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યા ઘટાડવાની જર છે. કેનેડા તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેનેડામાંથી ભારતીય રાજદ્રારીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે.કેનેડા સામે ભારત દ્રારા કરવામાં આવેલી આ ચોથી કાર્યવાહી છે. કેનેડિયન ઇન્ટેલિજન્સ ઓફિસરને દેશ છોડવાનો આદેશ આપનાર ભારત પ્રથમ હતું. ત્યારબાદ વિઝા સેવાઓ બધં કરી દેવામાં આવી છે અને કેનેડિયન નાગરિકોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે. આટલું જ નહીં, ભારત સરકારે કેનેડા જનારા ભારતીયો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.

આ રીતે મોદી સરકારે કેનેડા વિદ્ધ આ ચોથું પગલું ભયુ છે. જૂન મહિનામાં કેનેડામાં ખતરનાક ખાલિસ્તાની હરદીપ સિંહ નિરની હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં કેનેડાએ આ હત્યાકાંડમાં ભારતીય એજન્સીઓની સંડોવણીનો ખુલાસો કર્યેા હતો અને પછી બંને દેશો વચ્ચે તંદીલી સર્જાઈ હતી. ભારત આ આરોપોને સતત નકારી રહ્યું છે. એટલું જ નહીં વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનમાં કહ્યું હતું કે કેટલાક દેશો રાજકીય સગવડને ધ્યાનમાં રાખીને આતંકવાદ સાથે કામ કરી રહ્યા છે, જે ખોટું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application