મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપથી ભારે વિનાશ થયો છે. મ્યાનમાર નેશનલ એરલાઇન્સે કેટલીક ફ્લાઇટ્સ રદ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બેંગકોકમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાં લોકોની શોધખોળ માટે ડોગ સ્ક્વોડ બોલાવવામાં આવી છે. જ્યારે થાઈ રાજધાનીમાં આવેલા આ ભૂકંપ બાદ, બેંગકોકમાં ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. થાઇલેન્ડમાં ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે +66618819218 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. મ્યાનમારમાં રેસ્ક્યૂ માટે સેના ઉતારવામાં આવી છે.
હોસ્પિટલોમાં લોહીની માંગ વધી
મ્યાનમારની સેનાએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઘણા નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા. "ઘણા લોકો ભૂકંપના કેન્દ્ર નજીક સેન્ટ્રલ સાગાઈંગ અને મંડલેની હોસ્પિટલોમાં દાખલ છે. તે હોસ્પિટલોને રક્તની જરૂર છે, તેથી રક્તદાતાઓને તાત્કાલિક રક્તદાન કરવા માટે સંબંધિત હોસ્પિટલોનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે," એમઆરટીવીએ જણાવ્યું હતું.
ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો
ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ઘણી તબાહી થઈ છે. મ્યાનમારમાં ભૂકંપને કારણે 25 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે થાઇલેન્ડમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 લોકો હજુ પણ ગુમ છે.
બેંગકોકમાં ઇમારતના કાટમાળમાં 81 લોકો ફસાયા
થાઇલેન્ડના નાયબ વડા પ્રધાને જણાવ્યું હતું કે બેંગકોકમાં ધરાશાયી થયેલી ઇમારતમાં 81 લોકો ફસાયેલા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સંરક્ષણ પ્રધાન ફુમથમ વેચાઇએ જણાવ્યું હતું કે ત્રણ લોકો માર્યા ગયા છે.
શાળાઓ અને એપાર્ટમેન્ટ્સ સહિત ઘણી ઇમારતો ધરાશાયી
ભૂકંપગ્રસ્ત વિસ્તારોના લોકોને આગામી છ કલાકમાં ભૂકંપ પછીના આંચકા આવવાના ભય અંગે ચેતવણી આપવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંડલે, સાગાઇંગ અને શાન રાજ્યના દક્ષિણમાં હોટલ, પુલ, નર્સરી સ્કૂલ અને એપાર્ટમેન્ટ સહિત અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
મ્યાનમારના આ વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપ બાદ, મ્યાનમારના લશ્કરી જુન્ટાએ સાગાઇંગ, મંડલે, મેગવે, બાગો, ઇસ્ટર શાન સ્ટેટ અને નાયપીડોવ વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી.
બેંગકોકને આપત્તિજનક વિસ્તાર જાહેર કરાયો
બેંગકોક સિટી હોલે શુક્રવારે જણાવ્યું હતું કે, પડોશી દેશ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ થાઇલેન્ડની રાજધાનીને આપત્તિ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.
મ્યાનમારમાં સતત ચાર વખત ભૂકંપ આવ્યો!
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, મ્યાનમારમાં બે વાર નહીં પરંતુ ચાર વાર ભૂકંપ આવ્યો. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ શુક્રવારે (28 માર્ચ) 11:50:52 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં જમીનની અંદર 10 કિલોમીટર ઊંડે હતું. આ પછી, બીજો ભૂકંપ ૧૨ મિનિટ પછી એટલે કે ૧૨.૦૨ વાગ્યે આવ્યો, જેની તીવ્રતા ૭.૦ માપવામાં આવી.
NCS અનુસાર, મ્યાનમારમાં ત્રીજો ભૂકંપ લગભગ 55 મિનિટે આવ્યો. તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ ૧૨:૫૭ વાગ્યે આવ્યો હતો. જ્યારે ચોથો ભૂકંપ સવારે 1:07 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર જમીનની અંદર 30 કિલોમીટર ઊંડે હતું. તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. પાડોશી દેશમાં એક પછી એક આવી રહેલા આ ભૂકંપની અસર થાઇલેન્ડ અને ભારતમાં પણ જોવા મળી હતી. ભારતમાં, મેઘાલયમાં સવારે 1:03 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર પૂર્વ ગારો હિલ્સમાં જમીનની અંદર પાંચ કિલોમીટર ઊંડે હતું.
મ્યાનમારમાં મસ્જિદ ધરાશાયી, 20 લોકોના મોત
મ્યાનમારના મંડલેમાં ભૂકંપને કારણે એક મસ્જિદ પણ ધરાશાયી થઈ ગઈ. બીએનઓ ન્યૂઝે સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે કાટમાળ નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech