ભારત ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રનું કરશે પરીક્ષણ, વાયુસેનાની સંપૂર્ણ છે તૈયારી

  • April 04, 2023 09:37 PM 

Aajkaalteam

ભારતીય વાયુસેના ટૂંક સમયમાં રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવા જઈ રહી છે. જેથી વિશ્વને ભારતીય સૈન્યની શક્તિની જાણકારી મળી શકે. આ મિસાઈલ એક એવી સ્કાય ડિફેન્સ કવચ છે, જેની સામે દુશ્મનની શક્તિશાળી મિસાઈલ પણ નિષ્ફળ થઈ જાય છે.


ટૂંક સમયમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ થશે

ભારતીય વાયુસેના ટૂંક સમયમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ મિસાઈલ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. ભારત પાસે જે મિસાઈલ સિસ્ટમ આવી છે તેનું રશિયાએ મોકલતા પહેલા પરીક્ષણ કર્યું હતું. પરંતુ ભારત આવ્યા બાદ તેનું ટેસ્ટિંગ થયું નથી. ઉચ્ચ સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પરીક્ષણ ખૂબ જ ટૂંક સમયમાં થશે. આ મિસાઈલ સિસ્ટમથી કોઈપણ ફાસ્ટ ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે.


આ મિસાઈલ સિસ્ટમની પ્રથમ બે સ્ક્વોડ્રન કરાશે તૈનાત

આ મિસાઈલ સિસ્ટમની પ્રથમ બે સ્ક્વોડ્રન ઉત્તરી અને પૂર્વીય સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે. વાયુસેનાને અત્યાર સુધીમાં ત્રણ સ્ક્વોડ્રન મળ્યા છે. આ સાથે સિમ્યુલેટર પણ મળ્યા છે. ભારતે આ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે રશિયા સાથે 35 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી હતી.


S-400 મિસાઇલ સિસ્ટમની રેજિમેન્ટમાં આઠ લોન્ચર

S-400 મિસાઇલ સિસ્ટમની રેજિમેન્ટમાં આઠ લોન્ચર હોય છે. એટલે આઠ લોન્ચિંગ ટ્રક. દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે. એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે. એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે. એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે. ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની દિલ્હી અને સરહદોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે.


S-400 મિસાઈલ સિસ્ટમનું પૂરું નામ શું છે?

S-400 મિસાઈલ સિસ્ટમનું પૂરું નામ છે - S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ. તેની તૈનાતી પછી દુશ્મન પહેલા વિચારે છે કે હુમલો કરવો કે નહીં. કારણ કે તેની સામે કોઈ હથિયાર ટકી શકતું નથી. તે વિશ્વની સૌથી સચોટ એર ડિફેન્સ સિસ્ટમ છે. એશિયામાં શક્તિનું સંતુલન જાળવવા માટે આવી મિસાઈલની જરૂર હતી, જે હવે પૂરી થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application