ભારત એક મોટી શક્તિ છે વિશ્વમાં કોઈપણ તણાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે: ઈરાન

  • October 05, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પછી હવે ઈરાને પણ કહેવાનું શરૂ કર્યું છે કે ભારત વિશ્વમાં કોઈપણ તણાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત એક મોટી શક્તિ છે અને તે મધ્ય પૂર્વમાં સંઘર્ષ ઘટાડવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે.

ઈરાનના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધુ યુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. વિશ્વ નેતાઓએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે, પરંતુ દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે.ઈરાજ ઈલાહીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈરાને ભારત અને અન્ય પ્રભાવશાળી દેશોને સંઘર્ષ વચ્ચે શાંતિ માટે અપીલ કરી છે.

ભારતના ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે, તેથી જ વિશ્વ શક્તિઓ ભારતને મધ્યસ્થી તરીકે જોઈ રહી છે. ઇલાહીએ કહ્યું, ભારતના ઇઝરાયેલ સાથે પણ સારા સંબંધો છે, પરંતુ ઇરાન સાથેના સંબંધો એટલા જૂના નથી. ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો લગભગ 2 હજાર વર્ષ જૂના છે.ઈઝરાયેલ દ્વારા જવાબી હુમલાના ડરના સવાલ પર રાજદૂતે કહ્યું કે ઈરાન ભારતીયો અને અન્ય દેશોના લોકો માટે સુરક્ષિત દેશ છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનના ચાબહાર પોર્ટ અને અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ સુરક્ષિત છે, જે ભારત-ઈરાન સંબંધોની કરોડરજ્જુ છે. તેમણે એ પણ ખાતરી આપી કે ઈરાનનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધો માટે સુરક્ષિત છે.ઈરાજ ઈલાહીએ જણાવ્યું કે તણાવ વચ્ચે ઈરાન ચીન અને રશિયા સાથે ગાઢ વાટાઘાટો કરી રહ્યું છે અને ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા માહિતીની આપલે થઈ રહી છે. એમ પણ કહ્યું કે ઈરાને ભારત અને અન્ય દેશોને તણાવ ઘટાડવા માટે તેમની ભૂમિકા ભજવવા વિનંતી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application