ગુજરાતમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ બાદ હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ આ વાયરસનો કેસ નોંધાયો છે. પ્રાંતિજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 8 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના પગલે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાળકને હાલમાં હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે જ સાબરકાંઠામાં HMPV વાયરસનો આ પ્રથમ કેસ છે, જ્યારે રાજ્યમાં આ બીજો કેસ છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં પણ HMPVનો એક કેસ નોંધાયો હતો. ચીનમાં ફેલાયેલા આ વાયરસે હવે ગુજરાતમાં પણ દસ્તક દેતાં લોકોમાં ભયનો માહોલ છે.
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) એક શ્વસન સંબંધી વાયરસ છે, જે અન્ય શ્વસન વાયરસ જેવો જ છે. આ વાયરસની ઓળખ વર્ષ 2001માં થઈ હતી. સામાન્ય રીતે આ વાયરસ શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech