ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ૨૯૫ રનથી શાનદાર જીત મેળવી હતી. મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૫૩૪ રનનો ટાર્ગેટ હતો, જેને પૂરો કરવો લગભગ અસંભવ હતો. ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં મેચના ચોથા દિવસે ૨૩૮ રન પર ઓલ આઉટ થઇ ગઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં ૧–૦ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી. મેચમાં ૮ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાને પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટમાં હારનો સામનો કરવો પડો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર ચાર મેચ રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ૩૧ વર્ષ બાદ તે મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગાઓના ગૌરવને ચકનાચૂર કરી દીધું છે.
૫૩૪ રનનો ટાર્ગેટ પૂર્ણ કરવા ઓસ્ટ્રેલિયાની શઆત ખૂબ જ ખરાબ રહી હતી. નવોદિત નાથન મેકસ્વીની પોતાનું ખાતું પણ ખોલી શકયો ન હતો અને ઈનિંગની પહેલી જ ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારપછી નાઈટવોચમેન પેટ કમિન્સ (૨)ને મોહમ્મદ સિરાજે પેવેલિયનમાં પરત ફર્યેા હતો. ત્રીજા દિવસની છેલ્લી વિકેટ માર્નસ લાબુશેન (૩)ના પમાં પડી જે બુમરાહનો શિકાર બન્યો હતો.
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ ૧૨૩થી રમત શ કરી હતી. આ પછી મોહમ્મદ સિરાજે દિવસની બીજી ઓવરમાં ઉસ્માન ખ્વાજા (૪)ને આઉટ કર્યેા હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને ૧૭ રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. આ પછી સ્ટીવ સ્મિથ (૧૭) અને ટ્રેવિસ હેડે ચોથી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. પરંતુ યારે આ જોડી ખતરનાક લાગી રહી હતી ત્યારે સિરાજે સ્મિથને ૭૯ના સ્કોર પર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આખરે ટ્રેવિસ હેડ (૮૯)ની વિકેટ પડી, તે જસપ્રીત બુમરાહના હાથે વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો. હેડની વિકેટ ૧૬૧૬ના સ્કોર પર પડી. આના થોડા સમય બાદ મિશેલ માર્શ (૪૭) રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો લાગ્યો છે. માર્શ ટેસ્ટ ક્રિકેટમાં નીતિશ રેડ્ડીની પ્રથમ વિકેટ બન્યો હતો. ૨૨૭નો સ્કોર: મિશેલ સ્ટાર્ક (૧૨) વોશિંગ્ટન સુંદરના સ્પિનમાં કેચ આઉટ થયો હતો. જે ઓસ્ટ્રેલિયન ટીમને આઠમો ફટકો હતો.
સુંદરે સિંહ (૦)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો આપ્યો હતો. છેલ્લી વિકેટ એલેકસ કેરી (૩૬) ના પમાં પડી, જેને હર્ષિત રાણાએ બોલ્ડ કર્યેા હતો, ભારત તરફથી જસપ્રિત બુમરાહે ૩ અને મોહમ્મદ સિરાજને પણ ૩ વિકેટ મળી હતી. યારે વોશિંગ્ટન સુંદરને ૨ સફળતા મળી છે. હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડીએ એક–એક વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિક સમીર શાહ અને તેના ભાઈને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારી
January 09, 2025 01:38 PMજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMરવિનાની દીકરીની ફિલ્મ 'આઝાદ' ટુક સમયમાં પરદા પર આવશે
January 09, 2025 12:14 PMઅભિનેતા રોહિત રોયે વર્ણવી "શૂટઆઉટ એટ લોખંડવાલા" માટે પોતાની વેઈટલોસ જર્ની
January 09, 2025 12:12 PMદમદાર અને ટોક્સિક લુક સાથે યશે ફેન્સને કર્યા એકસાઈટેડ
January 09, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech