ભારતે ક્યુબાને 90 ટન દવાઓ મોકલી કરી મદદ

  • June 03, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લેટિન અમેરિકન દેશ ક્યુબા હાલમાં આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને દવાઓની અછતનો સામનો કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભારત ક્યુબા સરકારને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. ભારતે સહાય તરીકે ક્યુબાને 90 ટન સ્વદેશી ઉત્પાદિત સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) મોકલ્યા છે. આ દવાનો જથ્થો રવિવારે મુન્દ્રા બંદરેથી રવાના થયો હતો. આ API નો ઉપયોગ ક્યુબાના દવા ઉત્પાદકો દ્વારા ક્રોનિક ચેપી રોગોની સારવાર માટે જરૂરી ગોળીઓ, કેપ્સ્યુલ્સ, સિરપ અને ઇન્જેક્શનના સ્વરૂપમાં એન્ટિબાયોટિક્સ બનાવવા માટે કરવામાં આવશે. તબીબી પુરવઠો મોકલીને ભારતે ક્યુબા સાથેની તેની મિત્રતા નિભાવી છે. ભારત-ક્યુબાના સંબંધો પરંપરાગત રીતે સારા અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1959ની ક્રાંતિ પછી ક્યુબાને દેશ તરીકે માન્યતા આપનારા પ્રથમ દેશોમાં ભારત પણ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News