ભારતનું રાજદ્રારી નેટવર્ક વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી ઝડપથી વિકસતું નેટવર્ક છે. ભારતે ૨૦૨૧ થી તેના નેટવર્કમાં વિશ્વભરમાં ૧૧ રાજદ્રારી પોસ્ટ ઉમેરી છે. સિડનીમાં લોવી ઇન્સ્િટટૂટ દ્રારા રવિવારે જાહેર કરાયેલ ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેકસ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં જાહેર કરાયેલા ઈન્ડેકસમાં ભારતના વૈશ્વિક રાજદ્રારી નેટવર્કમાં પદોની સંખ્યા ૧૮૪ હતી, જે હવે વધીને ૧૯૪ થઈ ગઈ છે. આ રીતે ભારતની રેન્કિંગમાં એક પોઈન્ટનો સુધારો થયો છે અને ડિપ્લોમસી ઈન્ડેકસમાં ભારતનું સ્થાન હવે ૧૧માં નંબર પર આવી ગયું છે.
આ સમયગાળા દરમિયાન ભારતે આફ્રિકન દેશોમાં તેના નેટવર્કનું સૌથી વધુ વિસ્તરણ કયુ છે. ભારતે આ ક્ષેત્રમાં તેના નેટવર્કમાં ૮ રાજદ્રારી પોસ્ટ ઉમેરી છે. જે દર્શાવે છે કે આ ક્ષેત્ર સાથે ભારતના આર્થિક સંબંધો વિસ્તરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આફ્રિકા, એશિયા અને યુરોપમાં ભારતની રાજદ્રારી પદચિ઼ સૌથી ઐંડી છે અને એશિયા, પૂર્વ આફ્રિકા અને હિંદ મહાસાગર ક્ષેત્રના દરેક દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ છે.
ભારતીયોને વધતી જતી રાજદ્રારી હાજરીના લાભો
સમગ્ર વિશ્વમાં ભારતની મુત્સદ્દીગીરીનો ધ્વજ સમજો કે વધતી જતી રાજદ્રારી હાજરીના લાભો જે ભારતીયોને સીધા પ્રા થાય છે. તાજેતરમાં કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના ૮ ભૂતપૂર્વ અધિકારીઓને મુકત કરવામાં આવ્યા હતા. બધા પોતપોતાના દેશમાં પાછા ફર્યા. ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ૨૨,૫૦૦થી વધુ ભારતીયોનું સ્થળાંતર કરાયું હતું. ઓપરેશન કાવેરી હેઠળ ૨૦૨૩ માં સુદાનમાં ફસાયેલા ૩,૮૦૦ થી વધુ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. ઓપરેશન દેવી શકિત અંતર્ગત અફઘાનિસ્તાનમાં ૧,૨૦૦ લોકો સુરક્ષિત પરત ફર્યા. ૨૦૧૫માં યમનમાંથી ૫,૬૦૦ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન દ્રારા છોડવાની ફરજ પડી હતી.
ભારતની કૂટનીતિથી દુનિયાભારમાં ધાક વધી
દુનિયામાં ભારતની કૂટનીતિની ધાક વધી છે, તેનો ખ્યાલ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદન પરથી મળી શકે છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ભારત પ્રત્યે વિશ્વનો દ્રષ્ટ્રિકોણ થોડા વર્ષેામાં બદલાઈ ગયો છે. વિશ્વમાં આપણો દરો વધ્યો છે. ભારત સાથે પરામર્શ કર્યા વિના કોઈપણ મોટા મુદ્દા પર નિર્ણય લેવામાં આવતો નથી. આપણે બદલાઈ ગયા છીએ અને વિશ્વની આપણા પ્રત્યેની ધારણા બદલાઈ ગઈ છે. આના અનેક ઉદાહરણો પણ જોવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech