પાકિસ્તાન ભારતના દુશ્મનોનું આશ્રયસ્થાન છે તે કોઈનાથી છુપાયેલું નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષેામાં પડોશી દેશોમાં એક પછી એક ભારતના દુશ્મનોનો ખાત્મો થઈ રહ્યો છે. સમાચાર આવે છે કે કોઈ અજાણ્યા વ્યકિતએ આતંકવાદી કે અલગતાવાદીની હત્યા કરી છે. તે જ સમયે, હવે બ્રિટિશ અખબાર ગાર્ડિયને દાવો કર્યેા છે કે પાકિસ્તાનમાં ભારતીય દુશ્મનોની હત્યા પાછળ ભારતની ગુચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (રો)નો
હાથ છે.
વડાપ્રધાન કાર્યાલય પાસે 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'નું સીધું નિયંત્રણ છે. આ જ કારણ છે કે ગાર્ડિયન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાડોશી દેશમાં હત્યાના આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાંથી આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના ગુચર અધિકારીઓને ટાંકીને લખવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯માં પુલવામા હત્પમલા બાદ પાકિસ્તાનમાં હત્યાઓની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૨૦ થી અજાણ્યા હત્પમલાખોરોએ ૨૦ લોકોની હત્યા કરી છે.
પુલવામા હુમલા બાદરોની કાર્યવાહીની પદ્ધતિ બદલાઈ
બે ભારતીય ગુચર અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પુલવામા હત્પમલા બાદ રો એ વિદેશમાં છુપાયેલા દુશ્મનોને ખતમ કરવા પર જોર આપવાનું શ કયુ હતું. પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠન જૈશ–એ–મોહમ્મદના આતંકીઓએ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ જમ્મુ–કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હત્પમલો કર્યેા હતો. આ હત્પમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામા હત્પમલાને કારણે ભારત–પાકિસ્તાનના સંબંધો એટલા તગં બની ગયા કે યુદ્ધ પણ સામે આવ્યું.
પાકિસ્તાનમાં ઘૂસીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો
એક ભારતીય ગુચર અધિકારીએ જણાવ્યું હતું કે, પુલવામા પછી, અભિગમ એ હતો કે 'દુશ્મનોને' તેઓ હત્પમલો કરે અથવા મુશ્કેલી ઉભી કરે તે પહેલા દેશની બહાર તેમને નિશાન બનાવવાનો હતો. અમે હત્પમલા રોકી શકયા નહીં કારણ કે તેમના સુરક્ષિત આશ્રયસ્થાનો પાકિસ્તાનમાં હતા. તેથી અમારે ત્યાં સુધી પહોંચવું પડુ.ં અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આવી કામગીરી કરવા માટે સરકારના ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવી જરી છે.
મોસાદ અને કેજીબી દ્રારા પ્રેરિત
અધિકારીએ કહ્યું કે ભારતે ઈઝરાયેલની મોસાદ અને રશિયાની કેજીબી જેવી ગુચર એજન્સીઓ પાસેથી પ્રેરણા લીધી છે, જે વિદેશમાં દુશ્મનોને શોધવામાં નિષ્ણાત છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા દુશ્મનોને ખતમ કરવાની યોજના ઘડી રહ્યા હતા ત્યારે રો અધિકારીઓએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો પણ ઉલ્લેખ કર્યેા હતો. જમાલ ખાશોગીની ૨૦૧૮માં તુર્કીમાં સાઉદી એમ્બેસીની અંદર હત્યા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech