ચાંચિયાઓને ભરી પીવા ભારતે અરબી સમુદ્રમાં ૧૦થી વધુ યુદ્ધજહાજ તૈનાત કર્યા

  • January 09, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે હવે ઉત્તર અને મધ્ય અરબ સાગરથી લઇને એડનની ખાડી સુધીના વિસ્તારમાં દરિયાઈ કમાન્ડો સાથે ૧૦ થી વધુ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ દ્રારા ભારત અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી અને ડ્રોન હત્પમલાઓને રોકવા માટે તેની નૌકાદળની હાજરીમાં વધારો કરી રહ્યું છે.

અહેવાલ અનુસાર, આ એડવાન્સ્ડ મેરીટાઇમ સિકયોરિટી ઓપરેશન ભારત દ્રારા સ્વતત્રં રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. યમનના હત્પતી બળવાખોરો દ્રારા નાગરિક અને સૈન્ય જહાજો પરના હત્પમલા બાદ ડિસેમ્બરમાં રેડ સીમાં શ કરવામાં આવેલી યુએસની આગેવાની હેઠળની બહત્પરાષ્ટ્ર્રીય 'ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન'માં સામેલ થવાનું ભારતે ટાળ્યું છે.વરિ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં સતત હાજરી જાળવી રાખશે કારણ કે વધતી જતી ચાંચિયાગીરી અને વાણિિયક જહાજો પર ડ્રોન હત્પમલાઓ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગેાને જોખમમાં મૂકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય યુદ્ધ જહાજો સમગ્ર પ્રદેશમાં સમુદ્રી લૂંટાઓ અને ડ્રોન હત્પમલાના બે જોખમો સામે દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેનો હેતુ અરબી સમુદ્રમાં પરિસ્થિતિને સ્થિર કરવામાં અને દરિયાઈ સુરક્ષાને વધારવાનો છે.

તૈનાત યુદ્ધ જહાજોમાં આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી, આઈએનએસ ચેન્નઈ અને આઈએનએસ મોર્મુગાઓ જેવા ગાઇડેડ મિસાઈલ વિધ્વંસક સાથે સાથે આઈએનએસ તલવાર અને આઈએનએસ તરકશ જેવા યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News