ભારતની દીકરીઓએ ફરી કર્યુ દેશનું નામ રોશન, બોક્સર ઝરીન-નીતુ વર્લ્ડ બોક્સિંગની ફાઈનલમાં પહોંચી

  • March 24, 2023 01:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ભારતની દીકરીઓએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. જેમાં વાત કરીએ તો ભારતની બોક્સર ઝરીન અને નીતુ ઘંઘાસે વર્લ્ડ બોક્સિંગની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આમ દેશ માટે આ ગૌરવની ક્ષણ છે. દેશની બન્ને ખેલાડીઓએ શાનદાર મુક્કાબાજી કરીને હરીફોને પછાડ્યાં છે.


દેશની દીકરીઓને દેશની શાન વધારવાનું ચાલું રાખ્યું છે. આજે ભારતની નિખત ઝરીન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એટલે કે હવે તેમનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો છે.


ફરી એક વાર દુનિયાના બોક્સરોને ભારતીય મહિલાનો પરચો મળી ગયો છે. દિલ્હીમાં રમાઈ રહેલી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પણ ભારતની ધુઆધાર બોક્સર નિખત ઝરીન અને નીતુ ઘંઘાસે દેશ માટે ગૌરવની ક્ષણ લાવી છે. નીખતે સેમિફાઈનલમાં કોલંબિયાની ખેલાડી ઇંગ્રિત વેલેન્સિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 


પોતાનો સારો દેખાવ ચાલુ રાખતા વિશ્વ ચેમ્પિયન નિખત ઝરીન અને કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન નિતુ ઘાંઘાસે ગુરુવારે મહિલા વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવા માટે શાનદાર જીત નોંધાવી દિધી છે. નિખતે 5 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં કોલંબિયાના ઇંગ્રિત વેલેન્સિયા સામે 0-50 થી વિજય મેળવ્યો હતો જ્યારે નિતુએ 48 કિગ્રા માં કઝાખસ્તાનની અલુઆ બાલ્કીબેકોવા સામે 5-2થી જીત બોક્સિંગમાં મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે નિખત ઝરીન અને નીતુ હવે આગામી ગેમ શનિવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં રમશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application