ભારતે પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાનને પછાડ્યું

  • June 18, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શીત યુદ્ધ યુગના શસ્ત્રો ધીમે ધીમે દૂર થવાને કારણે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, દર વર્ષે ઓપરેશનલ પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, વિશ્વના નવ દેશો પાસે હાલમાં 12,121 પરમાણુ બોમ્બ છે. તેમાંથી 9585 લશ્કરી સ્ટોકમાં રાખવામાં આવ્યા છે, જે કાર્યરત છે. રિપોર્ટ અનુસાર, ભારતે પ્રથમ વખત પરમાણુ હથિયારોના મામલે પાડોશી દેશ પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. હવે ભારત પાસે 172 જ્યારે પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે.

ભારતે છેલ્લા એક વર્ષમાં આઠ નવા પરમાણુ બનાવ્યા છે, જ્યારે પાકિસ્તાને એક પણ બોમ્બ બનાવ્યો નથી. બીજી તરફ ચીન પોતાની પરમાણુ શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે. એક વર્ષમાં ડ્રેગન 90 અણુ બોમ્બ બનાવ્યા. ગયા વર્ષે તેની પાસે 410 પરમાણુ હથિયારો હતા જે હવે વધીને 500 થઈ ગયા છે. એવું જણાવવામાં આવ્યું હતું કે ચીન પાસે 500 થી વધુ ઓપરેશનલ પરમાણુ હથિયારો છે, જે એક દાયકામાં એક હજારથી વધુ થઈ શકે છે. એક સમયે લગભગ 200 વોરહેડ્સ ધરાવતા ચીન પાસે 2027 સુધીમાં 700થી વધુ વોરહેડ્સ હોઈ શકે છે.

અમેરિકા અને રશિયાએ મહત્તમ સંખ્યામાં પરમાણુ બોમ્બને હાઈ એલર્ટ પર રાખ્યા છે, પરંતુ ચીને પહેલીવાર 24 પરમાણુ બોમ્બને હાઈ ઓપરેશનલ એલર્ટ પર રાખ્યા છે. ચીને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તાઈવાનને લઈને અમેરિકા સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર અવારનવાર તણાવ રહે છે. સિપ્રીનું અનુમાન છે કે 2030 સુધીમાં ચીનની ઓપરેશનલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોની સંખ્યા યુએસ અને રશિયાની બરાબર હશે.
અહેવાલમાં જણાવાયું છે કે નવ પરમાણુ-સશસ્ત્ર દેશોએ તેમના પરમાણુ શસ્ત્રાગારોનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખ્યું છે અને 2023 માં ઘણી નવી પરમાણુ શસ્ત્ર પ્રણાલીઓ તૈનાત કરી છે. રશિયા અને અમેરિકા પાસે વિશ્વના કુલ પરમાણુ શસ્ત્રોના 90 ટકા છે. એવો અંદાજ છે કે જાન્યુઆરી 2023ની સરખામણીમાં રશિયાએ આ વર્ષે લગભગ 36 વધુ ઓપરેશનલ વોરહેડ્સ તૈનાત કયર્િ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિમર્ણિાધીન પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધી રહી છે. જાન્યુઆરીમાં વિશ્વભરમાં આશરે 12,121 પરમાણુ શસ્ત્રોમાંથી, લગભગ 9,585 સંભવિત ઉપયોગ માટે લશ્કરી ભંડારનો ભાગ હતા. તેમાંથી લગભગ 3,904 પરમાણુ શસ્ત્રો મિસાઇલ અને ફાઇટર પ્લેનમાં લગાવવામાં આવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 60 ટકા વધુ છે.
સિપ્રીનું કહેવું છે કે હાલનો ટ્રેન્ડ ચિંતાજનક છે. ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા એક જ મિસાઈલ પર અનેક પરમાણુ બોમ્બ તૈનાત કરવા માટે ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. અમેરિકા, રશિયા, બ્રિટન અને ચીને આ જ કર્યું છે. આ દેશો હવે વધુ લક્ષ્યોને નષ્ટ કરવાની ધમકીઓ તરફ આગળ વધી શકે છે.
મિસાઈલ અને ફાઈટર પ્લેનમાં 3904 પરમાણુ બોમ્બ મૂકવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતા 60 વધુ છે. મિસાઈલોની અંદર 2100 પરમાણુ બોમ્બને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application