ભારતે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. સંજુ સેમસનની સદીના આધારે ભારતે 202 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 17.5 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી
ભારત તરફથી સ્પિનર્સ વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 10 નવેમ્બરે કેબેરામાં રમાશે.
ડરબનમાં ભારત અજેય
ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં ભારત અત્યાર સુધી એક પણ T20 હાર્યું નથી. ટીમે અહીં 6 મેચ રમી અને 5માં જીત મેળવી. એક મેચ પણ અનિર્ણિત રહી હતી.
ભારતે પ્રથમ T20 61 રને જીતી
203 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 18મી ઓવરમાં જ નિષ્ફળ રહી હતી. અવેશ ખાને ઓવરના પાંચમા બોલ પર કેશવ મહારાજને બોલ્ડ કર્યો હતો. ટીમ 141 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે પ્રથમ T20 61 રને જીતી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech