રફાહમાં વિસ્થાપન શિબિર પર ઈઝરાયેલના હવાઈ હત્પમલાને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભારતે પણ આ અંગે ચિંતા વ્યકત કરી છે. વિસ્થાપન શિબિરોમાં થઈ રહેલા નિર્દેાષોના હૃદયદ્રાવક મૃત્યુ એ ઐંડી ચિંતાનો વિષય છે. ઈઝરાયેલના હવાઈ હત્પમલામાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.જે અનુસંધાને ભારતે ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં ચાલી રહેલી સ્થિતિ પર ચિંતા વ્યકત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું, 'રફાહમાં વિસ્થાપન શિબિરોમાં થઈ રહેલા હૃદયદ્રાવક મૃત્યુ એ ઐંડી ચિંતાનો વિષય છે. ભારતે હંમેશા નિર્દેાષ નાગરિકોની સુરક્ષા અને આંતરરાષ્ટ્ર્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે.
તાજેતરમાં જ રફાહમાં એક કેમ્પ પર થયેલા હત્પમલામાં બાળકો સહિત ૪૫ લોકો માર્યા ગયા હતા.આ સાથે, પેલેસ્ટાઈનને માન્યતા આપવા અંગે સ્પેન, નોર્વે અને આયર્લેન્ડના વલણ પર જયસ્વાલે કહ્યું, 'જેમ તમે જાણો છો, ભારત ૧૯૮૦ના દાયકામાં પેલેસ્ટાઈન રાયને માન્યતા આપનાર પ્રથમ દેશોમાંનો એક હતો. ભારત લાંબા સમયથી 'ટુ સ્ટેટ' સોલ્યુશનનું સમર્થન કરી રહ્યું છે. અમે માન્ય સરહદોની અંદર એક સાર્વભૌમ અને સ્વતત્રં પેલેસ્ટિનિયન રાયની રચનાની હિમાયત કરી રહ્યા છીએ.નિવૃત્ત કર્નલ વૈભવ કાલેના મૃત્યુના મામલામાં મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલ પક્ષે તપાસ શ કરી છે. યુએન ફેકટ ફાઇન્ડિંગ મિશન, ઇઝરાયેલમાં ભારતીય મિશન અને યુએન સંપર્કમાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech