ભારત–અમેરિકાનો અતૂટ સંબંધ અદાણી મુદ્દાને પણ ઉકેલી લઈશું

  • November 22, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અબજોપતિ ઉધોગપતિ ગૌતમ અદાણી લાંચના કૌભાંડમાં ફસાયા છે. ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ આપવાનો આરોપ છે. અદાણી પર અમેરિકન કાર્યવાહીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. અદાણી ગ્રુપના ઘણા સોદા હવે તપાસ હેઠળ છે. હવે સવાલ એ છે કે શું અદાણીના લાંચ કૌભાંડથી ભારત અને અમેરિકાના સંબંધો પર અસર પડશે? આખરે ગૌતમ અદાણીના લાંચ કૌભાંડ અંગે અમેરિકા શું માને છે? વ્હાઇટ હાઉસે પોતે આ અંગે વિશ્વને તેના ઇરાદાથી વાકેફ કરી દીધું છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તે અદાણી સામેના આરોપોથી વાકેફ છે. અન્ય મુદ્દાઓની જેમ ભારત અને અમેરિકા આ મામલાને પણ ઉકેલશે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે તે અદાણી ગ્રૂપના ચેરમેન અને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાગેલા આરોપોથી વાકેફ છે. અમેરિકી વકીલોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં ગૌતમ અદાણી અને અન્ય ૭ આરોપીઓએ આંધ્ર પ્રદેશના એક વરિ અધિકારીને ૧૭૫૦ કરોડ પિયાની લાંચ આપી હતી. ગૌતમ અદાણીનો ભત્રીજો સાગર અદાણી પણ આરોપીઓમાં સામેલ છે. આરોપ છે કે અદાણી ગ્રુપે આ લાંચ ભારતના સૌથી મોટા સોલાર પ્રોજેકટનો કોન્ટ્રાકટ મેળવવા માટે આપી હતી. અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢા છે. તે જ સમયે, ભારત સરકારના અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
એક મીડિયા બ્રીફિંગમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન–પિયરે પત્રકારોને જણાવ્યું હતું કે વહીવટીતત્રં અદાણી સામેના આરોપોથી વાકેફ છે. અમે આ આરોપોથી વાકેફ છીએ અને હત્પં તમને ચોક્કસ માહિતી માટે સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન અને જસ્ટિસ વિભાગ સુધી પહોંચવા માટે કહીશ.
ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત ગણાવતા જીન–પિયરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે અમે અન્ય મુદ્દાઓની જેમ નેવિગેટ કરીએ છીએ તે જ રીતે અમે આ મુદ્દાને નેવિગેટ કરીશું.
ગઈકાલે અદાણી ગ્રૂપે યુએસના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, અદાણી ગ્રીનના ડિરેકટરો પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન દ્રારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને અમે તેને ફગાવીએ છીએ.
તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના નેતા રાહત્પલ ગાંધીએ અદાણીની ધરપકડની માંગ કરી હતી. તેમણે કહ્યું, અમે માંગણી કરીએ છીએ કે અદાણીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. પરંતુ અમે જાણીએ છીએ કે એવું થશે નહીં કારણ કે મોદી તેમને બચાવી રહ્યા છે.
ભાજપે રાહત્પલ ગાંધીના વડાપ્રધાન મોદી પરના હત્પમલાની ટીકા કરતા કહ્યું કે અમેરિકી અદાલતોમાં જે ચાર રાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં તે સમયે ભાજપની સરકારો નહોતી. ભાજપના પ્રવકતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, કાયદો પોતાનો માર્ગ અપનાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application