BREAKING NEWS

ભારત-અમેરીકાના વ્યાપારિક કરારથી સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકાશે

  • February 05, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઔદ્યોગીક હબ ત૨ીકે ગણાય છે અને વિદેશી બજારોમાં રાજકોટના ઉત્પાદનોની મજબુત માંગ છે. ત્યા૨ે છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના ૫૦ ટકાના વધારાના ટેરીફ દ૨ના કારણે રાજકોટ-સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઇ. તેમજ નિકાસકારોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો અને અમેરીકન માર્કેટમાં ઓર્ડરો ઘટતા આર્થિક નુકશાન સહન કરવું પડયું હતું. ખાસ કરીને એન્જીનીયરીંગ ગુડસ, ઓટો પાર્ટસ, એગ્રીકલ્ચર પ્રોડકટસ, ટેકસટાઈલ, કાસ્ટીંગ સહિત અન્ય ઉદ્યોગો ૫૨ તેની ગંભીર અસ૨ પહોંચી હતી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરીકાના વધારાના ટેરીફ દ૨ના કારણે નિકાસકારોને જે અસહય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો તે અંગે તેમજ છેલ્લા છ મહિનામાં આશરે ૩૫ ટકા જેટલા નિકાસમાં થયેલ ઘટાડાની આંકડાકીય માહિતી આપીને નિકાસને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

રાજકોટ ચેમ્બરએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ૫૦ ટકાના બદલે ૧૮ ટકા ટેરીફ દ૨ માટેની ટ્રેડ ડીલની જાહેરાત કરીને ભારત-અમેરીકા વચ્ચેના થયેલ વ્યાપારિક સમજુતી ક૨ા૨ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહર્ષ આવકારે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલને અભિનંદન પાઠવે છે. બન્ને દેશોના સમજુતી કરાર થકી અમેરીકા માટેની નિકાસ ફરી ગતિ પકડશે. તેમજ તેની સાથે યુરોપ સહિત અન્ય વૈકલ્પીક બજારોમાંથી પણ નવા ઓર્ડરો મળવાની આશા છે. તેથી નિકાસકારોને ડબલ લાભ થશે. નિકાસમાં વધારાથી માત્ર ઉદ્યોગોને જ નહીં પરંતુ રોજગારી સર્જન અને ઉત્પાદનમાં પણ સકારાત્મક અસ૨ ૫ડશે. સાથે સાથો ભા૨તીય અર્થતંત્રને પણ વધુ વેગ મળશે. સ૨કારશ્રીની સહાયક નીતિઓ અને વૈશ્વીક સ્તરે સ્થિતરતા રહે તો આવનારા સમયમાં રાજકોટ-સૌરાષ્ટ્રની નિકાસ નવી ઉંચાઈઓ સર કરશે. આમ આ સમજુતી કરાર બન્ને દેશો વચ્ચેના વ્યપારીક સબંધોને વધુ મજબુત બનાવશે તેમજ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ માટેના નવા અવસરો ઉભા કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application