ક્મ્યુનિટિ અને કલ્ચર મામલે ભારત- UAE ના સંબંધ દુનિયા માટે એક મોડલ, અહલન મોદીમાં બોલ્યા પ્રધાનમંત્રી

  • February 13, 2024 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM મોદી બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈમાં બની રહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર UAEમાં બનેલું પહેલું હિન્દુ મંદિર છે.


પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીના ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. અમે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ. આપણો સંબંધ પ્રતિભાનો છે, નવીનતાનો છે, સંસ્કૃતિનો છે. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે


પીએમ મોદીએ કહ્યું કે અમારા ત્રીજા કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. આ મારી ગેરંટી છે. તેમણે વધુમાં કહ્યું કે અરબી ભાષામાં બોલાયેલા મારા વાક્યનો અર્થ એ છે કે ભારત-યુએઈ મિત્રતા સમયની કલમથી વિશ્વના પુસ્તકમાં સારા નસીબનો હિસાબ લખી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારત-UAE સંબંધો સમુદાય અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિશ્વ માટે એક મોડેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application