ભારત–પાકિસ્તાન મેચ ઈફેકટ: ૧૦ સેકન્ડની જાહેરાતના ૫૦ લાખ રૂપિયા

  • February 22, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ શ થઈ ગઈ છે. ભારતે બાંગ્લાદેશ સામેની પોતાની પહેલી મેચ જીતી લીધી છે. બીજી મેચ પાકિસ્તાન સાથે દુબઈમાં રમાશે. આ મેચ આવતીકાલે બપોરે ૨:૩૦ વાગ્યે શ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યકિત આતુરતાથી રાહ જુએ છે. ઘણી કંપનીઓ પણ આ બે ટીમો વચ્ચેના હાઇ–વોલ્ટેજ મેચની પણ રાહ જુએ છે.અન્ય કોઈપણ મેચની સરખામણીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં સૌથી વધુ દર્શકો હોય છે. આવી સ્થિતિમાં, કંપનીઓ પણ આ તકનો લાભ લેવાની તક ગુમાવતી નથી. ટીવી અથવા સ્માર્ટફોન પર આ મેચ માટે જાહેરાત સ્લોટ ખરીદવા માટે કંપનીઓ વચ્ચે ટક્કર ચાલી રહી છે. આવતીકાલની આ મેચની ૧૦ સેકન્ડની જાહેરાતની કિંમત ૫૦ લાખ પિયા સુધી પહોંચી ગઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોની જાહેરાતનો ખર્ચ અન્ય મેચો કરતા બમણો છે. આવી સ્થિતિમાં, આ મેચમાં કંપનીઓ તેમના ઉત્પાદનોની જાહેરાત કરવા માટે કેટલી ઉત્સુક છે તે સમજી શકાય છે. કોકા–કોલા, મધર ડેરી અને રેડબેરીલ જેવા નિયમિત જાહેરાતકર્તાઓ પણ આ હાઇ–પ્રોફાઇલ મેચ દરમિયાન નવા ઝુંબેશ સાથે મોટી દાવ લગાવવા માંગે છે. મધર ડેરીના મેનેજિંગ ડિરેકટર મનીષ બંદલીશના જણાવ્યા અનુસાર, આ મેચ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરશે.
નિષ્ણાતોના મતે, આ મેચમાં જાહેરાતનો ખર્ચ ઐંચો થવા પાછળ રવિવાર પણ સૌથી મોટું કારણ છે. એક મોટી મીડિયા ખરીદી કંપનીના એકિઝકયુટિવે જણાવ્યું હતું કે આ મેચના જાહેરાત દર અન્ય ચેમ્પિયન્સ ટ્રોફી મેચો કરતા ૧૦૦ ટકા વધારે છે.
એક મીડિયા એકિઝકયુટિવે જણાવ્યું હતું કે રવિવારની મેચ માટે ઐંચા પ્રીમિયમ પર જાહેરાત સ્લોટ ખરીદનારાઓમાં કેટલીક ઓટો અને એફએમસીજી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક મધ્યમ સ્તરની બ્રાન્ડસ પણ છે જે લાઇવ સ્પોટર્સ જાહેરાતો માટે નવી છે. આઈસીસીના વૈશ્વિક પ્રાયોજક કોકા–કોલાએ જણાવ્યું હતું કે તે મેચના દિવસે એક નવું અભિયાન શ કરી રહ્યું છે.
આ પહેલીવાર નથી યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જાહેરાતનો ખર્ચ આટલો વધારે હોય. ગયા વર્ષે, ભારત–પાકિસ્તાન ટી–૨૦ વલ્ર્ડ કપ મેચ દરમિયાન જાહેરાતનો ખર્ચ આસમાને પહોંચ્યો હતો. આમાં, ૧૦ સેકન્ડની જાહેરાતની કિંમત ૪૦ લાખ પિયા સુધી હતી. આ પહેલા વર્ષ ૨૦૨૩ માં, આઈસીસી વલ્ર્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એક મેચ રમાઈ હતી. આ મેચમાં જાહેરાતનો ખર્ચ સૌથી વધુ હતો. બંને ટીમો વચ્ચેની આ હાઇ વોલ્ટેજ મેચમાં, ૧૦ સેકન્ડની જાહેરાતની કિંમત ૬૦ લાખ પિયા સુધી પહોંચી ગઈ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application