ફેબ્રુઆરીમાં યોજાશે ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર: લઘુ ઉધોગ ભારતીનું આયોજન

  • November 27, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ફેબ્રુઆરીમાં યોજાશે ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર: લઘુ ઉધોગ ભારતીનું આયોજન ચાર દિવસના વેપાર મેળામાં અનેક ઉધોગ ગૃહો જોડાશે: ઉધોગ માટે જરૂરી જમીન, પાણી, પાવર અને ફાઈનાન્સના મુદ્દા એક સ્થળે ઉકેલાશે: વિધાર્થીઓને સ્ટાર્ટઅપ અંગે માર્ગદર્શન પણ અપાશે આજકાલ કાર્યાલય રાજકોટ નાના અને મધ્યમ કદના ઉધોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉધોગ ભારતી – સૌરાષ્ટ્ર્ર સંભાગ દ્રારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસના આ વેપાર મેળામાં દેશભરના અનેક ઔધોગિક એકમો ભાગ લેશે અને એકબીજાના સાથ –સહકારથી પોતાના ઉધોગના વિકાસ સાથે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે કોઈપણ ઉધોગ માટે જરી એવા મુદ્દા જમીન, પાવર, પાણી અને ફાઇનાન્સ ને લગતા તમામ માહિતી માર્ગદર્શન મળી રહે એ માટે વેપાર મેળામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સરકારના વિવિધ એકમો અને ખાનગી એજન્સીઓને એક સ્થળે એકત્ર કરી ઉધોગો માટે જરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર –૨૦૨૫ના ચેરમેન ગણેશભાઈ ઠુમરે વેપાર મેળા વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, દર વર્ષે અલગ અલગ પ્રમાણે બધા ઉધોગોને આવરી લેતા વેપાર મેળો યોજાય છે. આ વર્ષે ગુજરાતમાં અને ખાસ તો એમએસએમઈનો વ્યાપ વધુ છે એવા રાજકોટના આ વેપાર મેળો યોજાયો છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં અંદાજે ત્રણેક લાખ જેટલા નાના અને મધ્યમ કદના ઉધોગો વિકસ્યા છે. વેપાર મેળાના માધ્યમથી એક સ્થળે ઉત્પાદક અને જે તે પ્રોડકટના વપરાશકર્તાના મિલન દ્રારા જે તે ઉધોગના વિકાસ માટે ઉજળી તકો મળે છે. રાજકોટમાં યોજાનાર વેપાર મેળો એ દેશનો નવમો અને સૌરાષ્ટ્ર્ર સંભાગનો બીજો વેપાર મેળો છે. ૪૦૦૦૦ સ્કવેર ફીટના વિશાળ મેદાનમાં અલગ – અલગ ઉધોગોના ૮ સેન્ટ્રલી ડોમમાં ૩૭૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી વગેરે વિસ્તારમાં વિકાસ પામેલ વિવિધ ઉધોગો જેવા કે, ઓટોમોબાઇલ્સ પાટર્સ, સોલાર રીન્યુએબલ એનર્જી પ્રોડકસ, મશીન ટુલ્સ, જનરલ કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ફાઉન્ડ્રી ઉધોગ, ફોજિગ, ટ્રાન્સફોરમસ્ર, કટીંગ ટુલ્સ, હાર્ડવેર, કિચનવેર, સબમરસીબલ પંપ–મોટર્સ, પ્લાસ્ટિક પ્રોડકટસ, સજીર્કલ ઈકિવપમેન્ટસ, એરોસ્પેસ પાટર્સ, ડિફેન્સ ને લગતા , રેલ્વે– મરીને લગતા અનેક પાટર્સ, રોબોટિકસ – ઓટોમેશન, બ્રાસ પાટર્સ, સેનેટરી – બાથમ ફીટીંગ, ટાઈલ્સ, ઇલેકટ્રોપ્લેટિંગ, મેટલ પ્રોસેસિંગ, વેલ્ડીંગ ઇકયુપમેન્ટ, લેઝર માકિગ – કટીંગ, પાવર ટુલ્સ, હાઇડ્રોલિક – ન્યુમેટીકસ, મશીન ટુલ્સ એસેસરીઝ, ટુબ એન્ડ પાઇપ ટેકનોલોજી, ફાસ્ટનર મશીનરી, એર કમ્પ્રેસર, પંપ–વાલ્વ સહિત અનેક પ્રોડકટના ઉત્પાદકો વેપાર મેળામાં ભાગ લેશે. કોઈપણ ઉધોગ શ કરવા માટે જરૂરી જમીન, પાવર, પાણી અને ફાઇનાન્સ આ મહત્વના ચારેય મુદ્દાને ધ્યાનમાં રાખી બધા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જમીન ને લગતી બાબતો માટે જિલ્લ ા ઉધોગ કેન્દ્ર, પાણી પર્યાવરણને લગતી બાબતો માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પાવર માટે પીજીવીસીઆઈ, ફાઇનાન્સ માટે સિડબી અને રાજકોટ નાગરિક બેંકના જવાબદાર અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત હશે અને જરી માર્ગદર્શન આપશે. આ વેપાર મેળાની વધુ એક વિશેષતા અહીં યુનિવર્સિટીના વિધાર્થીઓના મનમાં આકાર પામતા ઉધોગના પ્રોજેકટોને જમીની સ્તર પર ઉધોગનું સ્થાન મળે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિધાર્થીઓ પોતાના ૧ કરોડથી લઈ ૧૦૦ કરોડ સુધીના પ્રોજેકટનું યોગ્ય પ્રેઝન્ટેશન કરી શકે અને યોગ્ય રોકાણકાર મેળવી પોતાના સ્વપન સાકાર કરી સ્ટાર્ટ અપ ઊભું કરી શકે એ માટે સેમિનાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્રમાં નાના – મધ્યમ કદના ઉધોગો વિકસ્યા છે. ૪૦થી વધુ પ્રકારના ઉધોગોને રાષ્ટ્ર્રીય કક્ષાએ એકસપોઝર મળે. તેમની પ્રોડકટ માટે ગ્રાહક મળે અને દેશભરના જેતે ઉધોગોને પોતાની જરી પ્રોડકટ મળી રહે એવા ઉદ્દેશો સાથે સંસ્થા દ્રારા વેન્ડર મીટીંગ માટે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં દરેક ઉધોગ તેની પ્રોડકટ સહિતની સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવે છે. આ બધા ડેટા લઘુ ઉધોગ ભારતી –સૌરાષ્ટ્ર્ર સંભાગ અને રાષ્ટ્ર્રીય વિભાગની વેબસાઈટ પર પણ મૂકવામાં આવે છે. આ ઉપરાંત સરકારના વિવિધ પીએસયુ જેવા કે રેલ્વે, મરીન, ડિફેન્સ વગેરે સાથે સંકલન કરી તેમને જરી પ્રોડકટ બનાવતા સૌરાષ્ટ્ર્રના ઉધોગપતિના વેન્ડર રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. પીએસયુમાં લોકલ પ્રોડકટના વપરાશ વધે અને આયાત ઓછી કરી સ્વાવલંબી ભારતના અભિયાનમાં યોગદાન આપવામાં આવે છે. આ વેપાર મેળામાં ડિફેન્સ વિભાગ દ્રારા લશ્કરમાં વપરાતા હેલિકોપ્ટર, ડ્રોન, તોપ, ટેન્ક, ફાયર ગન ઈકયુપમેન્ટ પ્રદર્શિત કરવામાં આવશે. સ્ટાર્ટઅપ અને મહિલા ઉધોગ સાહસિકો માટે ખાસ ડોમ બનાવવામાં આવશે. આઈઆઈએફ૯ ૨૦૨૫માં એક સ્થળે ઉત્પાદકો, ડિસ્ટ્રીબ્યુટર્સ, ટ્રેડર્સ, ડીલર્સ, ગ્રાહક બધાનો સંગમ થશે. લઘુ ઉધોગ ભારતી સંસ્થાના મેમ્બર દેશભરમાંથી આવશે, સરકારના વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ, દેશની ટોચની કંપનીઓના પરચેઝ ઓફિસર્સ, માર્કેટિંગના અધિકારીઓ, દેશના નીતિ ઘડતરમાં યોગદાન આપતા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. એનએસઆઈસી ગ્રાઉન્ડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગામી તા. ૨ થી ૫ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી યોજાનારા આ ફેર ની વધુ માહિતી માટે મો.૮૧૬૦૭૯૨૩૨૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે. મેન્ટર હંસરાજભાઈ ગજેરા, ચેરમેન તરીકે શ્રી ગણેશભાઈ ઠુમ્મર, ખજાનચી તરીકે શ્રી જયભાઈ માવાણી, લઘુ ઉધોગ ભારતી–રાજકોટ જિલ્લ ાના પ્રમુખ યશભાઈ રાઠોડ, મંત્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News