ભારત અને કેનેડાએ ખાતરી આપી છે કે બંને દેશો વચ્ચેના તણાવની અસર બંને દેશો વચ્ચેના વેપાર પર નહીં પડે. ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, અમે વ્યાપારી સંબંધોને લઈને ચિંતિત નથી. કેનેડા સાથેના અમારા વેપાર સંબંધો બહુ મોટા નથી. બંને દેશો વચ્ચે લગભગ સાડા આઠ અબજ ડોલરની આયાત-નિકાસ થાય છે.
કેનેડા ભારતમાં ખનિજો, કઠોળ, પોટાશ, ઔદ્યોગિક રસાયણો અને રત્નોની નિકાસ કરે છે જ્યારે તે ભારતમાંથી મોતી, લશ્કરી સાધનો, દવાઓ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઘટકોની આયાત કરે છે.
કેનેડાના વાણિજ્ય પ્રધાન મેરી એનજીએ જણાવ્યું હતું કે, હું મારા દેશના વેપારી સમુદાયને ખાતરી આપું છું કે અમારી સરકાર ભારત અને કેનેડા વચ્ચે સ્થાપિત વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં વ્યાપાર કરતા કેનેડિયન ઉદ્યોગપતિઓ સાથે મળીને અમે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત રહે તેની ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છીએ. ઓગસ્ટ મહિનામાં, કેનેડાએ ભારતમાં 279 મિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી જ્યારે ભારતમાંથી 324 મિલિયન ડોલરના માલની આયાત કરી હતી. જે ગયા ઓગસ્ટ કરતાં 14 ટકા વધુ છે.
ભારતીય બજારોમાં કેનેડા દ્વારા લગભગ 54 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે અને સૂત્રોનું માનવું છે કે આ સ્થિતિમાં અત્યારે કોઈ ફેરફાર થશે નહીં. કેનેડાની 600થી વધુ કંપ્નીઓ ભારતમાં બિઝનેસ કરી રહી છે. આ કંપ્નીઓ આઈટી, બેંકિંગ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી છે. 1000થી વધુ કંપ્નીઓ બિઝનેસ માટે ભારતમાં આવવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech