ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરમાંથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો પર પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે લડશે. જોકે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, તેમણે કહ્યું કે દેશ કોઈપણ પક્ષથી ઉપર છે, તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ૨૦૧૪ અને ૨૦૧૯ના ભાજપના ચૂંટણી વચનો અધૂરા રહ્યા. તેમણે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે જો ઈન્ડિયા એલાયન્સ ભાજપ સામે ચૂંટણી લડશે તો ભાજપ આ વખતે ૨૬માંથી ૨૬ બેઠકો જીતી શકશે નહીં.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાવનગર બેઠક પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે. જ્યારે અન્ય ૨૪ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી આપ પોતાના ઉમેદવાર ઉતારશે.
તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે દિલ્લીમાં બેઠક વહેંચણીને લઇને ૩-૪ના ફોર્મૂલા પર મોહર લાગી શકે છે. આમ આદમી પાર્ટી એક બાજુ પોતાના આપ બળે જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ દિલ્લીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનનો ફોર્મૂલા પણ નક્કી થઇ રહ્યો છે. જો કે હજું સુધી તેના વિશે કોઇ સતાવાર નિવેદન સામે નથી આવ્યું.
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ ૪-૩નો ફોર્મૂલા આપ્યો છે. એટલે કે ૪ સીટ પર આમ આદમીપાર્ટી અને ૩ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ ૪ સીટ માંગી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ફોર્મૂલા તો તૈયાર થઇ ગયો છે પરંતુ કોંગ્રેસની વધુ એક સીટની માંગણીને કારણે મુદ્દો વિચારણાધિન હોય તેવા સંકેત મળી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech