જમ્મુ–કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને પ્રચારની સાથે જ આરોપ–પ્રત્યારોપનો સિલસિલો ઉગ્ર બન્યો છે. પ્રથમ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરના ઘાટીની ૧૬ અને જમ્મુ રીજનની ૮ બેઠકો માટે મતદાન થશે.
પ્રથમ તબક્કામાં ૨૧૯ ઉમેદવારોમાં ૯૦ ઉમેદવાર અપક્ષ છે, જે દર વખતના પ્રમાણમાં મોટી સંખ્યામાં બતાવવામાં આવ્યા છે. ઘાટીની ૧૬ બેઠકો પુલવામા, કુલગામ, અનંતનાગ અને કિ શોપિયા જીલ્લામાં આવે છે. ત્યાં જ જમ્મુ રીજનની ૮ બેઠકો ડોડા, કિશ્તવાડ અને રામબન જીલ્લામાં આવે છે. ઘાટીની ૧૬ બેઠકો પર યાં નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ ગઠબંધનની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની વચ્ચે મુકાબલો છે, ત્યાં જ જમ્મુ ક્ષેત્રની ૮ બેઠકો પર ભાજપા કોંગ્રેસ–એનસી એલાયન્સની સાથે મુકાબલો છે. ત્યારે ઘાટીની કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારો બંન્ને પ્રમુખ દાવેદારોમાંથી કોઈ પણની રમત બગાડવામાં લાગી છે.
આ ૧૬માંથી જમાત–એ–ઈસ્લામીનું સમર્થન ધરાવતા ૨–૩ પર પણ જો અપક્ષ બાજી મારી જાય તો કોઈ આશ્વર્યની વાત નથી. આ જ રીતે કેટલાક નાના પક્ષો પણ પોતાનો પ્રભઆવ ધરાવતા ક્ષેત્રોમાં મોટી પાર્ટીઓને હંફાવી રહ્યા છે. બારામુલા લોકસભા બેઠકથી નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાને જેલમાં રહીને હરાવી ચૂકેલા એન્જિનિયર શેખ અબ્દુલ રાશિદની વિધાનસભા ચૂંટણીના પહેલા મુકિતથી અનસી, કોંગ્રેસ અને પીડીપીમાં હંગામો મચી ગયો છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પ્રચાર અભિયાનમાં બંન્ને તરફના રાષ્ટ્ર્રીય અને રાય સ્તરીય નેતાઓ જ નહીં પરંતુ ઉમેદવારોના પણ ભાષણોમાં સખ્તી વર્તવામાં આવી રહી છે. ભાજપા પર કાશઅમીરમાં લોકતંત્રની હત્યાનો આરોપ લાગી રહ્યો છે. પીડીપી પર કોંગ્રેસ અને એનસીનો આરોપ છે કે, ૨૦૧૪માં ૨૮ બેઠકો જીતનાર પીડીપી જો ભાજપાના ખોળે બેસવાની જગ્યાએ એનસી (૧૫) અને કોંગ્રેસ (૧૨)ના સમર્થનને લઈને સરકાર બનાવી લે તો ૫ ઓગસ્ટ ૨૦૧૯થી નિર્ણય નહીં થાય. ફાક અબ્દુલ્લા ભાજપ પર દેશમાં મુસ્લિમો વિદ્ધ સમજી–વિચારીને કરેલા કાવતરા હેઠળ નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યાં જ ભાજપા એનસી અને પીડીપી આતંકિઓને પ્રોત્સાહન આપવા અને પાકિસ્તાન પર નિર્ભર હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
ડોડામાં રેલી સ્થળની પાસે પ્રોવિઝન સ્ટોરના માલિક ખુર્શીદ અહમદે મતદાતાઓમાં ઉત્સાહનું મોટું કારણ આતંકી વારદાતોમાં થયેલા ઘટાડાને જમાત–એ–ઈસ્લામી અને હત્પર્રિયત જેવા અલગાવવાદી સંગઠનોના વિચારો બદવને બતાવ્યો છે. તેઓ પીએમના ડોડા આવવાથી ખુશ દેખાયા અને બોલ્યા ડોડાની મોટી અપેક્ષાઓ છે કે, મોદી અમારા અંગે કાંઈક વિચારશે. રેલી સ્થળ પર એક સરકારી કર્મચારીએ પોતાનું નામ તો ન જણાવ્યું પણ કહ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ મતદાન પહેલા ધરપકડ જેવું કાંઈ થયું નથી. ચુંટણીપંચે ભયમુકત મતદાન કરવા માટે વ્યાપક બંદોબસ્ત કર્યેા છે. સુરક્ષાની વ્યવસ્થા પર ત્રણ ગણી કરવામાં આવી છે. ભદરવાહના ભલ્લા ગામમાં પોલીસ ઉપ નિરિક્ષક પદથી તાજેત્તરમાં સેવાનિવૃત રામ પ્રસાદ બોલ્યા કે, આ વખતે સામાય જનતા જ નહીં દરેક રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો પણ ઉત્સાહમાં છે. સફળતા કોને મળશે તે તો મતગણતરી બાદ જ જાણવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech