ર૦૧પ માં ૧૦૩૬ નું મહેકમ હતું, જેમાં ર૦૭ થી વધારો થઇ ૧ર૪૩ કરાયું: હરિયા કોલેજથી સાંઢીયા પુલ સુધીનો રોડ રેલ્વે ટ્રેકને સમાંતર ડીપી કરાશે: રણજીતસાગરથી પંપહાઉસ સુધીની પાઇપલાઇનના ખેડૂતોને રુા. ૧.૩૬ લાખનું વળતર આપવા નિર્ણય
જામનગર મહાપાલિકા દ્વારા આઠ વર્ષ બાદ મહેકમને સુધારવામાં આવ્યું છે, ર૦૧પ માં ૧૦૩૬ નું મહેકમ હતું, જેમાં ર૦૭ નું વધારો કરવાનો નિર્ણય આજે સ્ટે. કમિટીએ કર્યો છે, ઉપરાંત રીવાઇઝડ સેટઅપમાં સુધારો કરવો, ચીફ ઓડીટર, ડે. ચીફ ઓડીટર, સિનીયર ઓડીટર, આસી. ઓડીટર, સબ ઓડીટર, ઓડીટ કમ કોમ્પ્યુટર તેમજ સેક્રેટરી, ડે. સેક્રેટરી, પીએ ટુ મેયર અને ચેરમેન, ઓફિસ સુપ્રિ. કલાર્ક, જુ.કલાર્ક કમ કોમ્પ્યુટર, પટ્ટવાળા, ડ્રાઇવર, કલીનર જેવી ૩૬ જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં રણજીતસાગરથી પંપહાઉસ સુધીની પાલપલાઇન નાખી હતી ત્યારે જે ખેડૂતોનું વળતર બાકી હતું, તે તમામ થઇને કુલ ૧.૩૬ કરોડનું વળતર ચૂકવવાની માંગણી મંજુર કરવામાં આવી હતી, ખાસ કરીને રોજમદાર કર્મચારીઓનો પગાર પ ટકા વધારવાની કમિશ્નરની દરખાસ્ત હતી, જે ૧૦ ટકા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ૧૧૦ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને લાભ મળશે.
આજે સ્ટે. કમિટીની એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્ના સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની અને આસી. કમિશ્નર ટેકસ જીગ્નેશ નિર્મલ સહિત ૧૧ સભ્યો હાજર રહ્યા હતા.
જામનગર મહાપાલિકાએ ર૦૧પ ની સાલમાં ૧૦૩૬ નું રીવાઇઝડ સેટઅપ કર્યું હતું, જામનગરની હદ વધી ગઇ છે ત્યારે કેટલાક અધિકારીઓએ રાજીનામા પણ આપ્યા છે, જેના કારણે મહાપાલિકાના વહીવટમાં ખૂબ જ તકલીફ પડતી હતી, આ રીવાઇઝડ સેટઅપમાં સુધારો કરવા માટે મ્યુ. કમિશ્નરની દરખાસ્ત આવી હતી, જેમાં આ દરખાસ્તને મંજુરીની મહોર આપી દેવામાં આવી છે.
સુધારા સાથે કુલ જગ્યા ૧૪ માં ડે. કમિશ્નર, આસી. કમિશ્નર, મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, સીટી ઇજનેર, એક્ઝી. એન્જીનીયર, ડ્રેનેજ કાર્યપાલક ઇજનેર (પર્યાવરણ અને ઇલેકટ્રીક)નો સમાવેશ થાય છે, વર્ગ-૧ ના અન્ય અધિકારીઓ, ચીફ એકાઉન્ટન્ટ, ડે. હેલ્થ ઓફિસર, ઇડીપી મેનેજર પ્રોગ્રામ ઓફિસર સહિતની કુલ ચાર જગ્યાનો સમાવેશ થાય છે. વર્ગ-૪ ની કુલ જગ્યામાં ૧૦૭ નો સમાવેશ થયો છે, જેમાં વહીવટી અને ટેકનીકલ અધિકારીઓની નિમણુંક થશે, વર્ગ-૩ ની કુલ જગ્યા ૧૯૭ છે, જેમાં સુપર વાઇઝર અને ટેકનીકલ અને વહીવટી સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે વર્ગ-૪ માં કુલ જગ્યા ૩૯૦ જેમાં પણ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ઓડીટ વિભાગમાં કુલ ર૭ જગ્યાનો સમાવેશ થાય છે, જ્યારે કોર્પોરેશનના સેક્રેટરી શાખાના મંજુર થયેલ સ્ટાફમાં પણ સેક્રેટરી, ડે. સેક્રેટરી, પીએ ટુ મેયર અને ચેરમેન, ઓફિસ સુપ્રિ. સહિતની કુલ ૩૬ જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૧૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓના પગારમાં ૧૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં એક કર્મચારીને લગભગ માસિક રુા. ૧૭૦૦ વધારો થશે, જ્યારે હરિયા કોલેજ રોડ, સાંઢીયા પુલ, જામનગર રેવન્યુ સર્વે નં. ૧૩પ૦ થી કનસુમરા ગામ સુધી ૧૮ મીટર પહોળા રસ્તા અને રેલ્વે ટ્રેક સમાંતર ડીપી રોડ કરવા માટે સૈઘ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટરની સહાય માટે રુા. રપ.૩૦ લાખ, વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં સ્ટેઘ્ર્નીંગ એન્ડ અપગ્રેડેશન કામ માટે રુા. ર લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩, ૧૪ માં રુા. ૯ર લાખ, વોર્ડ નં. ૧, ૬, ૭ માં રુા. પ લાખ, વેસ્ટ ઝોન જાડા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે કોમ્યુનીટી હોલ બનાવવા રુા. ૩૪.૪૮ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech