ભારતમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મોં અને સ્તન કેન્સર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિકસ એન્ડ રિસર્ચ દ્રારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, મોઢાના કેન્સરની સૌથી વધુ ઘટનાઓ પુષોમાં જોવા મળે છે, યારે ક્રીઓમાં સ્તન કેન્સરની સૌથી વધુ ઘટનાઓ જોવા મળે છે. અભ્યાસ ઇ–કેન્સર જર્નલમાં પ્રકાશિત કર્યેા છે.
અભ્યાસમાં બ્રિકસ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)માં કેન્સરની ઘટનાઓ, મૃત્યુ અને જીવનની ગુણવત્તા પર તેની અસરોનું એનાલીસીસ કરવામાં આવ્યું હતું. આ દેશોમાં કેન્સરના કેસ સામાન્ય છે પરંતુ દરેક દેશના કેન્સરના પ્રકારો અને મૃત્યુદરમાં વિવિધતા છે.
રશિયામાં પુષોમાં પ્રોસ્ટેટ, ફેફસાં અને કોલોરેકટલ કેન્સર સામાન્ય છે, યારે ભારતમાં પુષોમાં હોઠ અને મોંનું કેન્સર સૌથી સામાન્ય છે. બ્રિકસ દેશોમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ વધુ જોવા મળે છે, યારે ચીનમાં મહિલાઓમાં ફેફસાનું કેન્સર વધુ જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને પુષોમાં મોઢાનું કેન્સર સતત વધી રહ્યું છે. ખાસ કરીને તમાકુનું સેવન, ધૂમ્રપાન અને મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉપરાંત મહિલાઓમાં સ્તન કેન્સરની ઘટનાઓ પણ સતત વધી રહી છે, જે શહેરીકરણ, જીવનશૈલીમાં ફેરફાર અને આનુવંશિક પરિબળોને કારણે છે.
યારે અન્ય બ્રિકસ દેશોમાં ફેફસાનું કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ છે. યારે ભારતમાં ઓરલ અને બ્રેસ્ટ કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ છે. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે આગામી કેટલાક વર્ષેામાં ભારત અને દક્ષિણ આફ્રિકામાં કેન્સરના કેસ અને સંબંધિત મૃત્યુમાં સૌથી વધુ વધારો થવાની ધારણા છે. ૨૦૨૨ અને ૨૦૪૫ વચ્ચે ભારત અને દક્ષિણ આફ્રિકામાં કેન્સરના કેસ અને મૃત્યુમાં તીવ્ર વધારો થવાનો અંદાજ છે. અન્ય એક અભ્યાસ જણાવે છે કે ભારતમાં ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસોમાં ૧૨.૮%નો વધારો થશે. આ વધારો ૨૦૦૦ અને ૨૦૨૨ વચ્ચે બ્રિકસ દેશોમાં જોવા મળેલા આયુષ્યમાં થયેલા સુધારા સાથે સંકળાયેલો છે.
ભારતમાં ઓરલ અને બ્રેસ્ટ કેન્સરના વધતા જતા કેસો ગંભીર આરોગ્ય સંકટની નિશાની છે. તમાકુના ઉપયોગ અને જીવનશૈલી સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા તેમજ વહેલી તપાસ અને સારવાર માટે યોજનાઓની જર છે. કેન્સર સામે લડવા માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓ દ્રારા સંકલિત પ્રયાસો કરવા પડશે, જેથી આગામી વર્ષેામાં કેન્સરની ઘટનાઓને અટકાવી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech