ફ્લાઈટમાં પ્રવાસીઓના દુર્વવ્યહારની ઘટનાઓમાં વધારો, પેરિસ-ન્યૂ દિલ્હીની ફ્લાઈટમાં બની બે શરમજનક ઘટના…જાણો

  • January 10, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

દેશમાં હવે ફ્લાઈટમાં પ્રવાસીઓના અભદ્ર વર્તનની ઘટનાઓ ખુલતી જાય છે. ફ્લાઈટમાં પ્રવાસીઓના દુર્વવ્યહારની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. પેરિસ-ન્યૂ દિલ્હીની ફ્લાઈટમાં બે શરમજનક ઘટના બની હતી. જેની જાણકારી કેન્દ્રના DGCA વિભાગે આપી હતી.


પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરોની ગેરવર્તણૂકની બે ઘટના 6 ડિસેમ્બર 2022 ના રોજ બની હતી અને ડીજીસીએના ધ્યાન પર લાવવામાં આવી હતી. પ્રથમ ઘટનામાં એક મુસાફર શૌચાલયમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો, તે નશામાં હતો અને ક્રૂનું સાંભળતો ન હતો. બીજી ઘટનામાં મહિલા મુસાફર શૌચાલયમાં ગઈ ત્યારે ખાલી સીટ અને તેના પર ધાબળા પર એક મુસાફર પેશાબ કરી ગયો હતો. DGCAએ ગયા મહિને પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરોની ગેરવર્તણૂકની બે ઘટનાઓ અંગે એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. DGCAએ એર ઈન્ડીયાને કહ્યું કે જ્યારે અમે તમારી પાસેથી રિપોર્ટ માંગ્યો ત્યારે તમે આ માહિતી આપી હતી. તે પહેલા કેમ જાણ ન કરી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application