માવઠાના માઠા દિવસો પુરા આજથી ગરમીમાં વધારો

  • March 25, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોળી પૂર્વેના બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં શરૂ થયેલો માવઠાનો સિલસિલો થોડા થોડા સમયના અંતરે ચાલુ રહ્યા બાદ આખરે તેને આજથી બ્રેક લાગી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના છ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે પરંતુ ક્યાંય 6 મીલીમીટરથી વધુ વરસાદ નોંધાયો નથી.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે પૂર્વ, દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ તેની અસર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા ન હોવાના કારણે હાલ પૂરતા ગુજરાતમાં માવઠાના માઠા દિવસો પૂરા થયા હોય તેવું લાગી રહ્યું છે.

માવઠાનો રાઉન્ડ પૂરો થયો છે પરંતુ આજથી ગરમીનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને આગામી ત્રણ દિવસમાં જ ચાર ડિગ્રી જેટલું તાપમાન વધી જશે. માવઠાના વાતાવરણના કારણે મહત્તમ તાપમાનનો પારો 32 થી 34 ડિગ્રી વચ્ચે હતો તે 34 થી 38 ડિગ્રીની રેન્જમાં આવી જવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ ઉપરાંત રોગચાળાનું પ્રમાણ પણ વધી ગયું છે. માવઠાનો માહોલ પૂરો થયો હોવા છતાં સવારના ભાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application