શ્રાવણ માસમાં શિવાલયમાં શિવજી પર જળાભિષેકનું ખૂબ મહત્વ છે અને એમાં પણ ગંગા જળ ચડાવવું એ શ્રાવણ માસમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી લોકોને ઘર બેઠા ગંગાજળ મળી રહે તે માટે પોસ્ટ ઓફિસમાં ગંગોત્રીનું ગંગાજળ મળી રહે છે. વર્ષના અન્ય મહિનાઓની સરખામણીમાં શ્રાવણ માસ દરમિયાન માંગમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે. આ વર્ષે પણ ગંગાજળની ખરીદીમાં લોકોના ઉત્સાહથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણ બમણું થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
શ્રાવણ માસનો પ્રારભં થયો છે ત્યારે મહાદેવની પૂજન વિધિમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે લોકોને ગંગાજળ મળી રહે તે માટે પોસ્ટ વિભાગમાં પ્રોજેકટ ગંગાજળ કાર્યરત છે. ગંગાજળની જર હોય તે વેબસાઈટ અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈ ગંગાજળ મેળવી શકે છે. તે માટે તમામ પોસ્ટ ઓફિસોમાં અલગ કાઉન્ટર પણ રાખવામાં આવ્યું છે. પોસ્ટના અધિકારી ખુમાણભાઇના જણાવ્યા મુજબ ગંગોત્રીથી ખાસ ગંગાજળ ૨૫૦ એમએલની બોટલમાં માત્ર .૩૦ ની કિંમતમાં પ્રા થાય છે. વર્ષના અન્ય મહિનાની સરખામણીમાં શ્રાવણ માસમાં ગંગાજળની માંગ હોવાથી પોસ્ટ વિભાગ દ્રારા આગોતરો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ વર્ષે પણ ઓગસ્ટ માસના પ્રારંભથી ગંગાજળની માંગ વધી છે.જૂનાગઢ પોસ્ટ ઓફિસ ડિવિઝનમાં ગત નાણાકીય વર્ષ મુજબ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ગંગાજળની ૧૪૦૩ બોટલનું વેચાણ થયું હતું.જે પૈકી શ્રાવણના એક માસ દરમિયાન ૬૫૦ થી વધુ બોટલોનું વેચાણ થયું હતું.અન્ય માસની સરખામણીમા શ્રાવણ માસના સમય દરમિયાન જ અડધાથી વધુની સંખ્યામાં ગંગાજળની બોટલનો ઉપાડ થયો હતો.એપ્રિલથી જુલાઈ સુધીમાં મુખ્ય ડિવિઝનમાં ગંગાજળની ૩૧૭ બોટલનું વેચાણ થયું છે.
જોકે આ મહિનાના પ્રારંભથી જ ગંગાજળની માંગ વધી છે.શહેરની મુખ્ય આઝાદ ચોક પોસ્ટ ઓફિસમા માર્ચથી જુલાઈ પાંચ માસ સુધીમાં ગંગાજળની ૫૪ બોટલનું વેચાણ થયું હતું.જોકે ઓગસ્ટ માસના પ્રારંભે જ પાંચ દિવસમાં જ ૩૬ બોટલનું વેચાણ થઈ ગયું છે.હજુ તો શ્રાવણ માસનો પ્રારભં થયો છે. ત્યાં જ માંગમાં વધારો થયો હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે ગંગાજળનું વેચાણ બમણું થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech