રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચાલુ સપ્તાહે સોમવારની સવારથી આજે બપોરે સુધીમાં ૧,૨૫,૦૦૦ મણ (૨૫ લાખ કિલો) ઘઉંની આવક નોંધાઇ છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર કેતનભાઇ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઘઉંમાં ખૂબ સારું ઉત્પાદન આવતા આવક વધી છે અને ખાસ કરીને આ વર્ષે ઘઉંની સીઝન એક મહિનો વહેલી શરૂ થઇ ગઇ છે. ધાણા, જીરૂ સહિતના મસાલા પાકોમાં ગઇકાલે રેકોર્ડબ્રેક આવક થતા હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી મસાલા પાકોની આવક બંધ કરાઇ છે. જ્યારે ઘઉંમાં રોજે રોજની આવક જેટલી જ લેવાલી રહેતી હોય દરરોજ નિકાલ થઇ જતો હોય ઘઉંની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. ઉત્પાદન વધુ આવ્યું હોય આગામી દિવસોમાં ઘઉંની આવક હજુ વધશે.
જ્યારે યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ઘઉં લોકવનમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર ૪૭૫થી ૫૩૬ અને ઘઉં ટુકડાનો ભાવ ૫૦૩ થી ૫૭૮ સુધીના છે, અમુક ટોપ ક્વોલિટીના ઘઉંમાં રૂ.૭૦૦ના ભાવે પણ સોદા થઇ રહ્યા છે. અગાઉ દાણાપીઠ બજારમાંથી ઘઉંની બારમાસી ખરીદી કરતા શહેરીજનો હવે યાર્ડ સુધી આવવા લાગ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech