રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ખુલતી બજારે એક લાખ મણ ધાણા જીની આવક થઇ હતી. મસાલાની મોસમમાં મરચાની મબલખ આવક થતા મેદાનમાં જગ્યા રહેતી ન હોય હવે મરચા માટે ટોકન સિસ્ટમથી એન્ટ્રી અમલી કરાઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ૬૫ હજાર મણ ધાણા અને ધાણીની આવક થઇ હતી, યારે ૩૫ હજાર મણ જીની આવક થઇ હતી. આ મુજબ કુલ એક લાખ મણ ધાણા જીની આવક નોંધાઇ હતી. આજની હરાજીમાં જીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૪૬૦૦થી ૫૨૨૦ સુધી રહ્યો હતો અને ટોપ કવોલિટીના માલના અમુક સોદામાં ૬૦૦૦ સુધીનો ભાવ રહ્યો હતો. યારે ધાણામાં ૧૪૦૦થી ૧૯૦૦ અને ધાણીમાં ૧૫૨૫થી ૨૪૦૦ સુધીનો ભાવ રહ્યો હતો. સૂકા લાલ મરચામાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૧૪૫૦ થી ૩૫૫૦ સુધી રહ્યો હતો.
યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકામાં મરચાનું મબલખ ઉત્પાદન થતા સતત આવક યથાવત રહી છે
પરંતુ મરચાની આવક વધુ રહેતી હોવાને કારણે મેદાન અન્ય જણસીઓ માટે જગ્યા ઉપલબ્ધ રહેતી ન હોય રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી મરચામાં ટોકન સિસ્ટમ મુજબ એન્ટ્રી અપાઇ રહી છે મતલબ કે મરચા લઇ આવનાર ખેડૂતએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને ટોકન મેળવવાનું રહે છે ત્યારબાદ જ પ્રવેશ અપાય છે જેથી આવક નિયંત્રિત રહી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech