પાર્ટીઓને ડોનેશન આપતા દાતાઓની તપાસ થશે, ઇન્કમટેકસ દરોડા શરૂ કરશે

  • April 15, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ચૂંટણીના સમયમાં ઇન્કમટેકસની મોટી તવાઇ આવે તેવો ભય ઉધોગોને સતાવી રહ્યો છે, કારણ કે રાયમાં કેટલાક ઉધોગજૂથો અને વેપારીઓએ ટેકસ બચાવવા નાની નાની ભળતી પાર્ટીઓને ડોનેશન પે કરોડો પિયા ચૂકવ્યા છે. ફંડના નામે પિયા ભેગા કરતી કેટલીક બનાવટી કે બોગસ પાર્ટીઓ સામે તપાસ શ થવાની સંભાવના છે

ઇન્કમટેકસ વિભાગની નજર ગુજરાતમાં નોંધાયેલા ૫૦ જેટલા પક્ષોના આર્થિક વ્યવહારોની પર પડી છે કે જેમણે ડોનેશન લઇને ટેકસ બચાવવાની પ્રવૃત્તિ કરી છે. સામાન્ય રીતે આવી પાર્ટીઓ મોટા વેપારીઓ પાસેથી ડોનેશનના પાંચ થી દસ ટકા કમિશન લઇને લાખો પિયાનો ઇન્કમટેકસ બચાવી આપતી હોય છે. ચૂંટણી સમયે કેટલીક બોગસ પાર્ટીઓ પણ શ થતી હોય છે તેનો પદાર્ફાશ થયો છે.


અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આવી જ રીતે કમિશન લઇને ઇન્કમટેકસ બચાવી આપતી બનાવટી રાજકીય પાર્ટીના માસ્ટર માઇન્ટની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યેા છે. ૧૨મું ધોરણ ફેઇલ થયેલા એક યુવાને રાજકીય પક્ષ એનસીપીના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી લોકોને ૧૦૦ ટકા ઇનકમ ટેકસ રિબેટ અપાવાની લાલચ આપી ૨.૮૦ કરોડ પિયા ઉઘરાવી લીધા હતા. તેણે ૧૦ થી ૧૫ લાખ કમિશન લઇને બાકીના પૈસા ડોનરોને પરત કરી દીધા હતા.

આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચે તપાસ કરીને કાંડ કરનાર મહંમદ આમીર શેખને ઝડપી લીધો છે. તેણે રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપીના) ભળતા નામ એટલે કે નેચર્સ સિરિયલ પેકેજીગં (એનસીપી) ના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષ એનસીપીને ફડં આપો અને ૧૦૦ ટકા ઇનકમ ટેકસ રિબેટ મેળવો તેવી જાહેરાત કરી હતી.

જે લોકોએ તેને ફડં આપ્યું હતું તેમને આમીર શેખે રાજકીય પક્ષ એનસીપીની રિસીપ્ટ આપી હતી. હવે આ સમગ્ર કૌભાંડમાં ડોનેશનના નામે પિયા આપનાર અને પિયા પડાવનારને પરસ્પર એકબીજા સામે કોઇજ વાંધો નહોતો. આ કૌભાંડની જાણ રાષ્ટ્ર્રીય કોંગ્રેસ પાર્ટીના ખજાનચીને થઇ અને તેમણે ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

હવે એનસીપીના નામે બોગસ એકાઉન્ટ ખોલાવનાર આમીર શેખે ૮૬ લોકો પાસેથી ૨.૮૦ કરોડ ડોનેશનના નામે લીધા અને કમિશન કાપીને પિયા પરત આપી દીધા હતા પરંતુ આવી રીતે ઇનકમ ટેકસ બચાવવાનો ખેલ થાય છે તે વાત વધુ એક વખત સાબિત થઇ છે.હાલ તો પોલીસે ૮૬ ડોનરોની વિગતો આયકર વિભાગને આપી દીધી છે અને આયકર વિભાગ તેમની કરચોરી શોધવાની કવાયત કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application