ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિત 16 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે જામનગર-દ્વારકા હાઈવે પર દેવ ગ્રુપની માલિકીના મનાતા હાઇવે હરિ નામના ફૂડ મોલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ જામનગર, અમદાવાદ અને મોરબીમાં તપાસ ચાલી રહી છે. આયકર વિભાગના સર્ચમાં મોટા બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.
25 જેટલી ટીમના 100 અધિકારીઓ જોડાયા
દેવ સોલ્ટ ગ્રુપ પર દરોડાની કાર્યવાહીમાં ઇન્કટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 અધિકારીઓ જોડાયા છે. ઇન્કમટેક્સ વિભાગનું આ મેગા ઓપરેશન હોવાથી જામનગર ખાતે ટીમોને બોલાવવામાં આવી છે. સર્ચ ઓપરેશનની પહેલી એક કલાકમાં જ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજી પૂરાવા મળ્યા છે. દેવ ગ્રુપના માલિકો ગુજરાતના મોટા રાજકીય માથાના સંબંધી થતા હોવાની ચર્ચા ચાલી રહી છે. મોટી કરચોરી પકડાવાની શક્યતા છે.
મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા
દેવ ગ્રુપની અનેક સાઇટ અને ઓફિસોમાં ઇન્કટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુંછે. કરચોરીના શંકાના આધારે રાજકોટ, અમદાવાદ , જામનગર અને ગાંધીધામમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તેના પગલે મીઠાના વેપારીઓ સહિત અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે આ દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા છે.
દેવ સોલ્ટનો દેશભરના મીઠાના વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જામનગરની દેવ સોલ્ટ નામની કોઈ પેઢી મોરબીના માળિયામાં પણ બિઝનેસ હાઉસ ધરાવતી હોય ઇન્કમટેક્સ વિભાગે જામનગર, માળિયા તથા અમદાવાદના મીઠાના મોટા બિઝનેસ હાઉસ પર આ કામગીરીઓ શરૂ કરી છે. માર્ચ અંત પહેલાં આ વ્યવસાયમાં ચોક્કસ પ્રકારની હલચલ શરૂ થઈ હોવાની બાતમી અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી, જે અનુસંધાને દરોડાની આ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આવકવેરા વિભાગે આ કામગીરીઓ અંગે કોઈ જ જાહેરાત કરી ન હોવાનું સૂત્ર કહે છે. ઉલ્લેખનીય છે કે, જામનગર, કચ્છ અને ગુજરાત દેશભરના મીઠાના વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલીતાણાં TRB જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યા પાછળનું કારણ
March 20, 2025 06:11 PMકપાળ પર ચંદનનો લેપ લગાવવાથી મળે છે આ 5 ફાયદા
March 20, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech