આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતમાં એક પણ જગ્યાએ ઝાપટું પણ પડ્યું નથી. પરંતુ આવતીકાલથી ફરી વાતાવરણમાં જોરદાર પલટો આવશે અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તારીખ 19 થી 21 દરમિયાન અમુક સ્થળોએ ભારે વરસાદની અને અમુક સ્થળોએ હળવાથી મધ્યમ જાપટાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલથી વાતાવરણમાં પલટો આવશે અને રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમાં વરસાદની શક્યતા છે. વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફુકાશે. રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા થઈ ગયું હતું. દ્વારકામાં 89 ભાવનગર અને પોરબંદરમાં 85% ભેજ સવારે નોંધાયો છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ આવતીકાલ તારીખ 19 ના રોજ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. બીજા દિવસથી વરસાદનું જોર અને વ્યાપ વધી જશે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
લક્ષદીપ નજીક તારીખ 20 ના રોજ એક નવું પ્રભાવશાળી સાયકલોનિક સર્કયુંલેશન ઉદભવશે છે અને તેના કારણે બંગાળની ખાડીના મધ્ય ભાગમાં તારીખ 22 આસપાસ નવું લો પ્રેસર ઊભું થશે. આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે અને તેના કારણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કોકણ ગોવા મરાઠાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમા છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે પરંતુ આવતીકાલથી વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. દરમિયાનમાં ગરમીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદમાં 37.4 ભુજમાં 36.7 ડીસામાં 37.3 કંડલામાં 36 અને રાજકોટમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech