સિવિલમાં મહિલા નસિંગ કર્મી ઉપર હુમલાના બનાવમાં મહિલા સહિત ચાર વ્યકિત સામે પોલીસની કાર્યવાહી

  • December 04, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલ હોસ્પિટલમાં ડોકટરો દર્દીઓને રઝળતા મૂકી દઈ રહ્યા છે તો દર્દીઓના સ્વજન ડોકટર, નસગ સ્ટાફ અને સિકયોરિટી ઉપર હત્પમલો કરી રહ્યા છે, આવા બનાવ વખતો વખત બને છે પરંતુ મોટાભાગે ઘટનાઓ ઉપર ઢાંકો ઢુંબો કરી દઈ પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી જેના કારણે ઘટનાઓ છાસવારે બની રહી છે.
સિવિલમાં વોર્ડ નં–૧૦માં સાંજના સમયે ફરજ પર રહેલા બે મહિલા નસગ કર્મચારી ઉપર દર્દીના મહિલા સહિતના પરિવારજનોએ બોલાચાલી કરી ઝપાઝપી કરતા વોર્ડમાં દેકારો બોલી ગયો હતો. ફરજ પરના સિકયોરિટી કર્મી સહિતના દોડી આવ્યા હતા અને દર્દીના સ્વજનને છુટા પાડી બહાર તગેડા હતા. બનાવની જાણ આરએમઓને કરવામાં આવતા તેમણે સુપ્રિન્ટેન્ડેન્ટને જાણ કરી હતી. સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ તાકીદે પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહેતા મામલો પ્રધુમન નગર પોલીસ મથકે પહોંચ્યો હતો. સિકયોરિટી ઓફિસર, એ વખતે હાજર મહિલા પ્યુન અને બંને નસગ કર્મચારીઓ તબક્કે ફરજ કાવટ અંગેની ફરિયાદ નોંધાવવા માટે મક્કમ બન્યા હતા પરંતુ બંને મહિલા નસગ કર્મચારીને તેમના જ સિનિયર સ્ટાફમાંથી સતત ફોન આવી રહ્યા હતા અને ફરિયાદ ન નોંધાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું. ફરિયાદ નોધાવશો તો કોર્ટના ધક્કા થશે જુ તમે ફિકસ પે માં છોવ, પોલીસ કેસના ચક્કરમાં ન પડાઈ તેમ કહેવામાં આવતા બંને મહિલા નસગ કર્મીઓ ગળગળી થઇ ગઈ હતી ફરિયાદ નોંધાવવા માટે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાંતે પણ સહયોગ આપ્યો હતો પરંતુ ડરી ગયેલા બંને નસગ કર્મીઓએ ફરિયાદ કરવામાં આના કાની કરતા પોલીસે અરજીના આધારે યાસિન અબ્બાસભાઈ જસરાયા, શબાનાબેન યાસિનભાઈ જસરાયા, શૈલિનાબેન અબ્બાસભાઈ જસરાયા સામે અટકાયતી પગલાં લીધા હતા.વખતો વખત હોસ્પિટલમાં ડોકટર અને સ્ટાફ ઉપર હત્પમલાના બનાવ બની રહ્યા છે પરંતુ ભોગબનનારને સ્ટ્રોંગ સપોર્ટ આપી ફરજ કાવટ સુધીની ફરિયાદ કરવાને બદલે માત્ર આવેદનો આપી રજૂઆત કરવાની કાગળ પરની કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે, જેના કારણે દર્દીઓ અને સ્વજનો બેજિજક પણે હત્પમલો અને તેના પ્રયાસ કરી રહ્યા હોવાનું અનેક વખત બન્યું છે. જો કે નવાઈની વાત તો એ છે કે સુરક્ષા માટે રાખવામાં આવેલા સિકયોરિટી ગાર્ડ અને તેનાથી ઉપર એકસ આર્મીમેન મુકવામાં આવ્યા છે પરંતુ તેને પણ દર્દીઓના સ્વજનો ફડાકા ઝીકી ગયાના દાખલ હોસ્પિટલમાં જોવા મળ્યા છે. ત્યારે હવે કોનું કોણ ધ્યાન રાખશે એના ઉપર સવાલ ઉઠી રહ્યા છે.એક એક તબક્કે તો હવે નસગ સ્ટાફ–ડોકટરને તબીબી અભ્યાસની સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી પડે તો નવાઈ કહી શકાય નહી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application