જોઇએ છે નેતા ! રાજકોટ એસટી ડિવિઝનની નવી ઓફિસના લોકાર્પણમાં તારીખ પે તારીખ

  • September 17, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ એસટી ડિવિઝનની વર્ષેા જુના ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના સ્થાને .૭ કરોડના ખર્ચે નવા આધુનિક ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે અને તેનું નિર્માણકાર્ય તેમજ કલરકામ, ફર્નિચર વિગેરે કામગીરી પણ પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે. દક્ષિણ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલી આ ઓફિસ બિલ્ડીંગનું કામ પૂર્ણ થઇ ગયાની ઉચ્ચ કક્ષાએ જાણ કરાઇ છે તેમ છતાં લોકાર્પણ અંગે આજ દિવસ સુધી નિર્દેશ અપાયો નહીં હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ જુના ઓફિસ બિલ્ડીંગની તુલનાએ નવા બિલ્ડીંગમાં અનેક સુવિધાઓનો ઉમેરો કરાયો છે, જુના બિલ્ડીંગમાં લિટ ન હતી, યારે નવા બિલ્ડીંગમાં બે લિટ મુકવામાં આવી છે, તદઉપરાંત જીપીએસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ મ, કોન્ફરન્સ મ, તકેદારી વિભાગ માટે અલાયદો મ સહિતની નવી સુવિધાઓ સાથેનું ઓફિસ બિલ્ડીંગ તૈયાર કરાયું છે. યારે પણ લોકાર્પણની વાત થાય ત્યારે લગભગ આવતા સાહ સુધીમાં ફાઇનલ થઇ જશે તેવા દિલાસા અપાય છે પરંતુ આજ દિવસ સુધી લોકાર્પણ અંગે કોઇ સત્તાવાર જાણ કરાઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ એસટી બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોની કામગીરી તેમજ અન્ય કન્ટ્રોલ પોઇન્ટસની કામગીરીનું સંચાલન રાજકોટ ડિવિઝન ઓફિસ ખાતેથી થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News