પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ઐંઝા ખાતે ભારતીય રેલવેના પ્રથમ એકસકલૂસિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ઈસીઆરટી)નું ઉધ્ઘાટન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક પ્રસંગે, ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌ–પાલન, માછીમારી, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને ઐંઝાના વિધાનસભ્ય કિરીટકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા. આ અવસરે, ઐંઝા ટર્મિનલ પરથી જીં, ઈસબગુલ અને અન્ય મસાલા ભરેલી પ્રથમ કન્ટેનર ટ્રેનને મુન્દ્રા પોર્ટ કાર્ગેા કોમ્પ્લેકસ માટે હરી લીલીઝંડી આપી રવાના કરવામાં આવી.મંડળ રેલ પ્રવકતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી આ વિસ્તારમાં માલ પરિવહન મુખ્યત્વે રોડ માર્ગથી થતું હતું. પરિવહનને વધુ કાર્યક્ષમ, સસ્તું અને ટકાઉ બનાવવા માટે, અમદાવાદ મંડળ અને તેની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયુ) એ રેલવે નેટવર્ક તરફ વેપારને ફેરવવા માટે દ્રઢ પ્રયાસો કર્યા.આ પગલું માલ પરિવહન ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે. આ પ્રથમ લોડિંગ દરમિયાન ૧૦૦ કન્ટેનરનું લોડિંગ કરવામાં આવ્યું, જેના પરિણામે રેલવેને રૂા.૯.૧૬ લાખનું રાજસ્વ પ્રા થયું, જે આ ટર્મિનલની આર્થિક સફળતાને દર્શાવે છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે રેલવે પરિવહન, રોડ માર્ગની તુલનામાં વધુ સુરક્ષિત, ઝડપી અને સસ્તું છે, યાં ટ્રાફિક જામની કોઈ સમસ્યા નથી. એક કન્ટેનર ટ્રેન ૧૦૦ ટ્રકોના સમકક્ષ માલ લોડ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને લોજિસ્ટિકસ વધુ સુસંગત બને છે. રેલવે દ્રારા ઓછું કાર્બન ઉત્સર્જન થવાને કારણે તે વધુ પર્યાવરણમિત્ર છે.તેમણે વધુમાં જણાવ્યું કે જીં ભારતનું બીજું સૌથી મોટો મસાલો છે અને આ પહેલથી તેનો નિકાસ વધશે. રેલવે દ્રારા લેવાયેલા આ પગલાથી પરિવહનનો સમય ઘટશે, ખર્ચમાં ઘટાડો થશે અને સપ્લાઈ ચેઇન વધુ કાર્યક્ષમ બનશે. ખેડૂતો અને વેપારીઓ તેમની ઉપજને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ઝડપી પહોંચાડી શકશે. વરિ મંડળ વાણિય પ્રબંધક અન્નુ ત્યાગીએ આ ઐતિહાસિક સિદ્ધિને સાકાર કરવામાં સહયોગ આપનાર તમામ હિતધારકો, ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ, અદાણી લોજિસ્ટિકસ, ઐંઝાના વેપારીઓ, અમદાવાદ મંડળ રેલપ્રબંધક સુધીરકુમાર શર્મા, રેલવે અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યકત કર્યેા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસર્ગભા પત્નીની સારવારનો ખર્ચ કાઢવા આઠના ગળા અડવા કર્યા
March 04, 2025 03:10 PMમાંડાડુંગરમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
March 04, 2025 03:07 PMભારતના વિમાનો પર 3 મહિનામાં 80 હજારથી વધુ સાયબર એટેક થયા
March 04, 2025 03:06 PMઓમનગર સર્કલ પાસે પ્રૌઢાનો ચેન સેરવી લેનાર કુખ્યાત મહિલા ઝડપાઇ
March 04, 2025 03:04 PMહું ઇસ્ત્રી વગરના કપડાં પહેરીશ, મધ્યપ્રદેશના મંત્રીએ વીજળી બચાવવા માટે જાહેરાત કરી
March 04, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech