પોરબંદરમાં વર્ષોથી શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપનાર વાઘેશ્ર્વરીપ્લોટના શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે કાર્યરત શ્રી ઇન્ડીયન કલાસીકલ મ્યુઝીક સ્કૂલમાં શાસ્ત્રીય સંગીત શીખવવા માટેના ડિગ્રી અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી ફરી શ થઇ છે તેથી બ સંપર્ક સાધવા જણાવાયુ છે.
શ્રી પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ સંચાલિત શ્રી ઇન્ડીયન કલાસીકલ મ્યુઝિક સ્કૂલ કે જે વાઘેશ્ર્વરીપ્લોટમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે કાર્યરત છે ત્યાં ભાઇઓ, બહેનો તથા બાળકોને સંગીત શીખવાની ઉત્તમ તક પ્રાપ્ત કરાવવામાં આવે છે જ્યાં સરકારમાન્ય ડિગ્રી અભ્યાસક્રમ કાર્યરત છે. જેમને સંગીતનો શોખ હોય કે સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય અથવા બાળકોને સંગીત શીખવાડવુ હોય ત્યારે અહીંયા વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે તેમ જણાવીને સંસ્થાના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે શ્રી ઇન્ડીયન કલાસીકલ મ્યુઝિક સ્કૂલમાં ગાયન તો શીખવાડવામાં આવે જ છે પરંતુ તેની સાથોસાથ વિવિધ પ્રકારના વાદ્યો જેવા કે હાર્મોનિયમ, તબલા, ગીટાર, સીતાર, વાયોલીન, મેન્ડોલીન અને બંસી જેવા અનેકવિધ વાદ્યોનું પધ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવે છે. અહીંયા વર્ષોથી આ પ્રકારની સંગીત સાધના થઇ રહી છે. સંસ્થાના સ્થાપક સ્વ. દેવજીભાઇ ખોખરીએ શ કરેલ આ સંસ્થામાં અત્યાર સુધીમાં અસંખ્ય બહેનો, બાળકો અને યુવાનોએ સરકાર માન્ય ડિગ્રી પ્રાપ્ત કરી છે ત્યારે શાસ્ત્રીય સંગીત વિષે તેમણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભારતીય શાસ્ત્રીય સંગીત એ સંગીતનું મુખ્ય અંગ છે. આ સંગીતને અન્ય દેશોમાં ‘કલાસીકલ મ્યુઝિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય ગાયન શબ્દ પ્રધાન નહી પણ ધ્વનિ પ્રધાન હોય છે. ધ્વનિનું જ તેમાં સવિશેષ મહત્વ હોય છે. અન્ય સંગીતમાં ગાયન અને તેના શબ્દો કોઇ ચોકકસ વિષયની અભિવ્યક્તિ કરતા હોય છે અને શ્રોતાઓને એ વિષયના ઉંડાણમાં ખેંચી જઇને તલ્લીન બનાવે છે, જ્યારે શાસ્ત્રીય સંગીતના શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યક્ત થતા વિષયના ઉંડાણમાં ખેંચી જઇને તલ્લીન બનાવે છે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યતિ થતા વિષયના બદલે સ્વરના આરોહ-અવરોહને જ વધુ મહત્વ આપવામાં આવે છે. અન્ય સંગીત દ્વારા શ્રોતાઓ શબ્દો દ્વારા જે તે વિષય સાથે તદ્રુપ થઇને મજા માણી શકે છે. જ્યારે આમે તેવું ન હોવાથી સ્વાભાવિક રીતે જ શાસ્ત્રીય સંગીત કેટલાક લોકોને કંટાળાજનક લાગે છે. તે ખામી આ સંગીતની નથી પણ તેને સમજી ન શકવાના કારણે છે. અન્ય સંગીન તુલનાએ શાસ્ત્રીય સંગીતને ઉચ્ચ પ્રકારનુ માનવામાં આવે છે.
ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા ભરત મુનિના નાટયશાસ્ત્ર અને તે પહેલા સામવેદ ગાયન માટે થતી હોવાના ઉલ્લેખો છે. ભરત મુનિ દ્વારા રચિત ભરત નાટયમ્ ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રથમ હસ્તલિખિત ગ્રંથ છે જે હાલ ઉપલબ્ધ છે. આ ગ્રંથની રચનાના સમય અંગે ઘણા મતભેદો છે. આજના ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાય મહત્વપૂર્ણ પાસાઓની સમજણ આ ગ્રંથમાં છે. ભરતમુનિના નાટયશાસ્ત્ર બાદ માતંગ મુીનત રચિત બૃહદેશી, શારંગદેવ રચિત સંગીત રત્નાકરને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગ્રંથો માનવામાં આવે છે. બારમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલા આ ગ્રંથોમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યકળાનું વિસ્તૃત વર્ણન છે.
સંગીત રત્નાકરમાં કેટલાએ તાલોનો ઉલ્લેખ છે અને તેનાથી ખબર પડે છે કે ભારતીય પારંપરિક સંગીતમાં બદલાવો આવવાના શ થઇ ગયા હતા. સંગીત વધુ ઉદાર બન્યુ હતુ. પણ મૂળતત્વ એનું એજ રહ્યુ હતુ. ૧૧મી અને ૧૨મી સદીમાં મુસ્લિમ સભ્યતાના પ્રસારથી ઉત્તર ભારતીય સંગીતની દિશાને નવો આયામ મળ્યો. રાજદરબારોમાં સંગીતકળાને ખૂબજ સારુ પ્રોત્સાહન મળ્યુ. અનેક શાસકોએ ભારતની પ્રાચીન સંગીતકળાને પ્રોત્સાહિત કરી અને આવશ્યકતા તથા રુચિ અનુસાર તેમાં અનેક ફેરફારો કર્યા આ રીતે ખયાલ ગઝલ જેવી નવી શૈલીઓ પ્રચલનમંાં આવી. કેટલાક વાદ્યો સાથે પણ સંગીતકળાનું અનુસંધાન થયું.
તેથી અહીંયા શ્રી ઇન્ડીયન કલાસીકલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે બ સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવાયુ છે અને તેના વિષેની વધુ માહિતી માટે મો: ૭૨૬૫૯ ૦૨૫૧૦ અથવા લેન્ડલાઇન ફોન નં. ૦૨૮૬ -૨૨૪૨૩૨૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech