ત્રણ દિવસમાં ગરમીમાં પાંચ ડિગ્રી જેટલા ઘટાડાની શકયતા

  • April 11, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ અમરેલી રાજકોટ ભૂજ ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિત રાયના અનેક એન્ટરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. બપોરે લુ અને ગરમીના ડબલ ડોઝથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે હવે મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતો જશે અને ગરમીમાં રાહત મળશે. મંગળવાર ની સરખામણીએ રાજકોટ સહિત રાયભરમાં મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યેા છે. મંગળવારે ૯ સેન્ટરમાં અને બુધવારે છ સેન્ટરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન ૪૨.૧ ડિગ્રી હતું તે બુધવારે ઘટીને ૪૧.૭ ડિગ્રી થઈ ગયું છે. રાજકોટની જેમ રાયના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યેા છે. આગામી ત્રણ દિવસમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન નીચે આવશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. શનિવારથી રાયના અનેક વિસ્તારોમાં માવઠાની શકયતા છે અને તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. આજે ભુજમાં ૮૩ દ્રારકામાં ૮૯ ઓખામાં ૮૬ પોરબંદરમાં ૮૩ અને સુરતમાં ૮૧% ભેજ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application