ચીનમાં બાળકોમાં ફેલાયેલી બિમારીના પગલે જી.જી. હોસ્પીટલનું તંત્ર પુર્વ તૈયારી માટે સજજ

  • November 29, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનમાં બાળકોમાં રહસ્યમય બિમારી ફેલાયાની વિગતો સામે આવી છે, જેના પગલે અલગ અલગ શહેરોની હોસ્પીટલોમાં પુર્વ તૈયારીના ભાગરુપે નિરીક્ષણ અને જરુરી સાધનોથી સજજ થઇ રહયા છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પીટલમાં પણ સરકારની સુચના મુજબ આ પ્રકારની તૈયારીઓ માટે હોસ્પીટલ તંત્ર સંપુર્ણ સજજ છે, હોસ્પીટલના સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઇ સાંજે ડીન અને સુપ્રી સહિતનાઓની મિટીંગ યોજાઇ હતી, જેમાં હોસ્પીટલ સુત્રોના જણાવ્યા મુજબ પુર્વ તૈયારી માટે આપણી હોસ્પીટલ, મેડીકલ ટીમ સજજ છે, ઓકસીજન, લેબ, તબીબી ટીમ, વેન્ટીલેટર, અન્ય સાધનો સાથેની પુર્વ તૈયારીઓ છે અને આ બાબતનું નિરીક્ષણ પણ કરાયું છે, જરુર પડયે દર્દીને સારવાર મળી રહે એ પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, આ તકે ટ્રેનીંગ પ્રોગ્રામને આવરી લઇને જી.જી. હોસ્પીટલનું તંત્ર પુર્વ તૈયારીના ભાગરુપે સજજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application