શેરબજારોમાં સમયાંતરે રાહતની ઝલક જોવા મળી રહી હોવા છતાં પણ તેઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. બીએસઈનો ૩૦ કંપનીઓનો ઈન્ડેકસ સેન્સેકસ ગઈકાલે પણ ૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને બધં રહ્યો હતો. પરંતુ ગઈકાલે મોડી સાંજે બીએસઈ લિમિટેડે તેના જંગી નફાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, દેશના શેરબજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શોકનું વાતાવરણ છે. ઘણા લોકોનો આખો પોર્ટફોલિયો લાલ થઈ ગયો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ એશિયાના સૌથી જૂના શેરબજાર 'બોમ્બે સ્ટોક એકસચેન્જ' ચલાવતી કંપની બીએસઈ લિમિટેડનો નફો જબરદસ્ત રહ્યો છે.
અગ્રણી સ્ટોક એકસચેન્જ બીએસઈ લિમિટેડનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં ત્રણ ગણો વધીને . ૩૪૬ કરોડ થયો છે. ગયા વર્ષે આ જ કવાર્ટરમાં કંપનીને માત્ર . ૧૧૮ કરોડનો નફો થયો હતો. બીએસઈ લિમિટેડે એ પણ માહિતી આપી હતી કે જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં તેની કુલ આવક પણ બમણી થઈ ગઈ છે. આ . ૮૧૯ કરોડ હતો જે ગયા નાણાકીય વર્ષના સમાન કવાર્ટરમાં . ૩૬૭ કરોડ હતો.
બીએસઈ લિમિટેડના સીઈઓ સુંદરરામન રામામૂર્તિ કહે છે કે, કંપનીએ એપ્રિલ–સપ્ટેમ્બર અર્ધ વર્ષમાં કુલ . ૧,૪૯૩ કરોડની આવક કરી છે. આ સમયગાળા દરમિયાન તેનો નફો ૬૧૦ કરોડ પિયા રહ્યો છે. આ તેનું અત્યાર સુધીનું શ્રે અર્ધવાર્ષિક પરિણામ છે.
બીએસઈ લિમિટેડે એમ પણ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં તેના પ્લેટફોર્મ પર ઈકિવટી કેશ કેટેગરીમાં દરરોજ સરેરાશ . ૯,૭૬૮ કરોડનો વેપાર થતો હતો. ગયા વર્ષના સમાન કવાર્ટરમાં . ૫,૯૨૨ કરોડ કરતાં આ ઘણી સારી સ્થિતિ છે. યારે ઇકિવટી ડેરિવેટિવ્ઝ કેટેગરીમાં તેનો દૈનિક પ્રીમિયમ સરેરાશ બિઝનેસ . ૮,૨૦૩ કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન કવાર્ટરમાં આ આંકડો . ૭૬૮ કરોડ હતો. બીએસઈની સ્થાપના ૧૮૭૫માં થઈ હતી. તે એશિયાનું સૌથી જૂનું સ્ટોક એકસચેન્જ છે અને આજે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટ્રિએ વિશ્વનું છઠ્ઠત્પં સૌથી મોટું સ્ટોક એકસચેન્જ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech