સતત સાતમાં દિવસે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ ડ્રાઇવ: રુા.૫૫.૨૦ લાખની વિજ ચોરી પકડાઇ

  • December 02, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે મોટી ખાવડી, સિકકા, નાના લખીયા, ખટીયા બેરાજા, વાડીનાર, ભરાણા, કનકપર અને ખંભાળીયાના કેટલાક ગામડાઓમાં ૫૦ ટીમોએ કર્યુ ચેકીંગ: ૯૧ કનેકશનોમાં વિજ ચોરી ઝડપાઇ

પીજીવીસીએલ દ્વારા જામનગર શહેર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં સતત સાત દિવસથી ચેકીંગની કાર્યવાહી થઇ રહી છે, લગભગ અઢી કરોડની વિજ ચોરી પકડાઇ ચૂકી છે, ગઇકાલે ખંભાળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી રુા.૫૫.૨૦ લાખની વિજ ચોરી પકડાતા ભારે ચકચાર જાગી છે, આગામી દિવસોમાં વધુ વિજ ચોરી પકડાય તેવી શકયતા છે.
ગઇકાલે આખો દિવસ પીજીવીસીએલની ૫૦ ટીમો દ્વારા ઠેર-ઠેર ચેકીંગ કરાયું હતું જેમાં ૪૯૭ વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં અને તેમાં ૯૧ કનેકશનોમાં વિજ ચોરી પકડાઇ હતી. ગઇકાલે મોટી ખાવડી, સિકકા, નાના લખીયા, ખટીયા બેરાજા, વાડીનાર, ભરાણા, કનકપર, માડી, ખજુરીયા, મોવાણ અને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં એસઆરપી અને પોલીસને સાથે રાખીને સતત ચેકીંગ કરવામાં આવ્યું હતું, હજુ પરમદિવસે ૭૦.૯૫ લાખની વિજ ચોરી પકડાઇ હતી અને બે દિવસમાં ૧ કરોડ ૨૬ લાખ જેટલી રકમની વિજ ચોરી ઝડપાઇ હતી.
પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક ઘરોમાંથી ડાયરેકટ વિજ કનેકશન, મીટરમાંથી ચેડા, લંગરીયા અને ચુંબક રાખીને મીટર બંધ કરી દેવામાં આવતા હોવાનું બહાર આવતા તેઓને બીલ ફટકારવામાં આવ્યા હતાં, સવારના ૭ વાગ્યાથી ટીમે સાંજ સુધી ચેકીંગ કર્યુ હતું જેમાં લગભગ સવા બે કરોડની વિજ ચોરી પકડાઇ હોવાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application