ધૂમ 4ની સિક્વલમાં બાદશાહ ધૂમ મચાવશે

  • December 29, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અગાઉની સીક્વલના સ્ટાર્સ રિતિક, જ્હોન, આમિરને રિપ્લેસ કરશે

2023માં પોતાની ત્રણ ફિલ્મોથી બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યા બાદ શાહરૂખ ખાને હવે 2024 માટે પણ તેની બુકિંગની તૈયારી કરી લીધી છે. જ્યારે આવતા વર્ષની કિંગ ખાનની આગામી ફિલ્મો હેડલાઇન્સમાં બનવા લાગી ત્યારે ડંકી થિયેટરોની બહાર પણ આવી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી ધૂમ 4ની સિક્વલમાં જોવા મળશે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે જે ગમે ત્યારે થઇ શકે છે.


જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી શાહરુખ ખાન ફિલ્મ પઠાણમાં એક્શન કરતો જોવા મળ્યો હતો. આ પહેલા પણ તેમણે પોતાની ફિલ્મોમાં એક્શન કરી હતી પરંતુ પઠાણ એક પાવર પૈક એક્શન ફિલ્મ હતી. હવે ધુમ 4ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં તે એક્શન મોડમાં જોવા મળશે. આના પર કોઈ પણ ઓફિશિયલ અનાઉસમેન્ટ થયું નથી પરંતુ સોશિયલ મીડિયા પર આને લઈને રિએક્શન સામે આવી રહ્યા છે.

શાહરુખ ખાનને ચાહકોના દિલ જીતતા આવડે છે. તે પોતાની દરેક ફિલ્મોમાં કાંઈ એવું કરે છે જે લોકોમાં દિલ કરી જાય છે. હવે ધૂમ 4ને લઈ ચાહકોમાં એક્સાઈટમેન્ટ શાનદાર જોવા મળી રહ્યું છે. 2018માં ઝીરો બાદ પઠાણની સાથે શાહરુખ ખાનનું કમબેક તેના માટે લકી સાબિત થઈ રહ્યું છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ એક્શન ફિલ્મને લઈને વાતો કરી રહ્યા છે.

2023માં શાહરુખ ખાને મારી હેટ્રિક

હાલના દિવસોમાં શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈ છવાયો છે. આ ફિલ્મની દિવાનગી એટલી છે કે, આખી દુનિયા જોવા માટે સિનેમાઘરમાં જઈ રહી છે. 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ડંકી પહેલા અઠવાડિયામાં 300 કરોડના કલ્બને નજીક પહોંચી ગઈ છે. આ સાથે આ પહેલા તેમણે પઠાણથી શરુઆત કરી હતી. જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફરી જવાને પણ ચાહકોને ઈમ્પ્રેસકર્યા છે. હવે ડંકી થી તેમની હેટ્રિક પૂર્ણ કરી લીધી છે. હવે જોવાનું રહેશે કે, ધૂમ 4માં તેને લઈને શું અપટેડ સામે આવે છે,




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application