બાંટવાની ૧.૧૫ કરોડની લૂંટમાં ખુદ ફરિયાદી લૂંટેરા નીકળ્યા

  • September 09, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાટવા સરાડીયા રોડ પર સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૧૫ કરોડથી વધુની લૂંટ મામલે ત્રણ દિવસની ઉડાણપૂર્વકની તપાસ બાદ લૂંટનું પગેં અમદાવાદ નીકળ્યું હતું. સમગ્ર મામલે ફરિયાદી જ આરોપી હોવાનું અને દાગીના હડપ કરવા સમગ્ર લૂંટની ઘટના પ્રી પ્લાન કરી હોવાનું ખુલ્યું હતું.સેલ્સમેનો દ્રારા દર્શાવેલ સ્થળ પરથી પૂરો માલ પણ લઈ આવ્યા ન હોવાનું ખુલ્યું હતું.સમગ્ર ફરિયાદમાં પોલીસની વિવિધ લોકેશનના આધારે ઐંડાણપૂર્વકની તપાસ બાદ લૂંટમાં  અમદાવાદ રહેતા ફરિયાદીના ભાઈની પણ સંડોવણી ખુલી હતી. અને અમદાવાદ રહેતા ભાઈને ત્યાં તપાસ હાથ ધરતા પોલીસે લૂંટમાં દર્શાવેલ સહિત ૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી હતી અને યુવકોના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

કુતિયાણાથી બાટવા તરફ જતા રસ્તે બાટવા સરાડીયા રોડ પર ગુવારે રાત્રે છરીની અણીએ લૂંટાં દ્રારા  અમદાવાદની કલા ગોલ્ડ નામની સોનાની દુકાનમાં કામ કરતા બે સેલ્સમેન સરાડીયા રોડ પર જતા હતા તે દરમિયાન ગાડીમાં હવા ઓછી થવાથી ટાયર બદલતી વખતે અજાણ્યા ત્રણ ઈસમોએ છરી બતાવી અને એક સેલ્સમેન પર હત્પમલો ત્યારબાદ સેલ્સમેન પાસેથી આઠ કિલો ચાંદી, ૧૬૯૭ ગ્રામ સોનાના દાગીના અને અને ૨.૬૬લાખની રોકડ મળી ૧.૧૫ કરોડથી વધુની રકમની લૂંટ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે જાણ થતા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા, કેશોદ ડીવાયએસપી ઠક્કર , એલસીબી પીઆઇ પટેલ, બાટવા પી આઇ વાળા  સહિતની  ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણ દિવસથી એલસીબી, એફ એસ એલ, ડોગ સ્કોડ, સહિત નવ ટીમો દ્રારા વિવિધ દિશાઓમાં  ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. કલા ગોલ્ડ ફેકટરીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યાિકભાઈ ધર્મેન્દ્રભાઈ જોશી અને અન્ય સેલ્સમેન ધનરાજભાઈ ભાંગડે દ્રારા પોલીસને માહિતી આપવામાં આવી અને ફરિયાદમાં દર્શાવ્યા મુજબ તપાસમાં લૂટના સ્થળથી થોડે દૂર મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત સેલ્સમેનો દ્રારા અપાયેલ માહિતીના આધારે આસપાસના વિસ્તારોમાં ડોગસ્કોડની મદદથી તપાસ હાથ ધરી હતી. પરંતુ લૂંટ કરી નાસી ગયેલ ઈસમોના લોકેશન અંગે વાવડ મળ્યા ના હતા. પરીંતુ ફરિયાદ બનાવટી નીકળી હતી. સમગ્ર બનાવમાં પોલીસ દ્રારા ઘટનાના બીજા એન્ગલમાં પણ તપાસ શ કરવામાં આવી હતી. દાગીનાઓનો વીમો પણ હોવાની માહિતી મળી હોવાથી કરોડોની રકમના સોના ચાંદીના દાગીનાના વીમા અંગે પણ સેલ્સમેનોની અને ગોલ્ડ કંપનીના માલિક પણ સ્થળ પર આવી જતા તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સેલ્સમેનોની અવર–જવર અંગે અને રોકાણ અંગે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા સમગ્ર લૂંટના બનાવનું પગેં અમદાવાદ નીકળ્યું હતું. પ્રા વિગત મુજબ ફરિયાદમાં દર્શાવેલ દાગીના માણાવદર ખાતે સેલ્સમેન પહોંચ્યા ત્યારે યાિક જોશીનો ભાઈ મોહિત ત્યાં પહોંચ્યો હતો અને દાગીના લઈ ગયો હતો. આર્થિક કમાણી, વીમો પકવવા અને સોના ચાંદીના દાગીના હડપ કરવા  લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. લૂંટમાં દર્શાવેલ દાગીનાઓ અમદાવાદ ખાતે હોવાની માહિતી પ્રા થતા એલસીબીની ટીમે અમદાવાદ પહોંચી સોનાના દાગીનાઓ અંગે તપાસ હાથ ધરતા લૂંટ પ્રી પ્લાન હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસની ટીમ દ્રારા અમદાવાદ ખાતે મોહિત જોશી પાસેથી મુદ્દામાલ કબજે કર્યેા હતો. અને સમગ્ર મુદ્દે ફરિયાદી જ આરોપી હોવાથી પ્લાન ઘડવામાં અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.

એસપી હર્ષદ મહેતા અને એલસીબી પીઆઇ પટેલના જણાવ્યા મુજબ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને દર્શાવેલ રકમથી પણ વધુ રકમનો મુદ્દા માલ હોય બંને બંધુઓએ કમાવવાની લાલચમાં લૂંટ નો સમગ્ર પ્લાન કર્યેા હતો. સોની વેપારીઓને ત્યાં પણ ઐંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં માણાવદર થી જ મુદ્દા માલ સગેવગે થયાનું પૂછપરછ માં ખુલ્યું હતું. પોલીસ દ્રારા યાજ્ઞિક જોશી, ના ભાઈ મોહિતની  મુદ્દામાલ સાથે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ડોગ લૂંટના સ્થળના ૧૫૦ મીટરઆસપાસ જ ફરતા શંકા મજબૂત બની

લૂંટના બનાવ બાદ પોલીસ દ્રારા ડોગ્ સ્કોડ ની મદદ થી તપાસ શ કરવામાં આવી હતી પરંતુ આરોપીએ દર્શાવેલ લૂંટના સ્થળથી ૧૫૦ મીટર આસપાસ જ ડોગ ફરતો હોવાથી ફરિયાદ અંગે શંકા મજબૂત બની હતી અને ઉલટી દિશામાં તપાસ શ કરવામાં આવી હતી.
તૂટેલા મોબાઈલ મળી આવતા શંકાના પરિઘમાં આવ્યા.બાટવા સરાડીયા રોડ પર સૂમસામ રસ્તા પર છરીની અણીએ થયેલ કરોડોની મતાની લૂંટમાં ત્રણ શખ્સો લૂંટ કરી નાસી ગયા હતા અને નાસી ગયા બાદ થોડા જ અંતરમાં મોબાઇલ ફેંકીને ચાલ્યા ગયા હતા તે મોબાઈલ તૂટી ગયા હતા જેથી પોલીસે તૂટેલા મોબાઈલ કબજે કરી ફિંગર પ્રિન્ટ, સહિતની બાબતો ધ્યાને લેતા સમગ્ર મામલો પ્રી પ્લાન હોવાનું અને લૂંટની ફરિયાદ ઉપજાવી કાઢેલ હોવાની આશંકા વધુ દ્રઢ થઈ હતી.

ટુબલેસ ટાયર છતાં ટાયર બદલવાનું તરકટ, સીસીટીવી ન હોય તેવી જગ્યાનું લોકેશન
ગોલ્ડ કંપનીના સેલ્સમેનો દ્રારા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી લૂંટ થયાના બનાવમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાયરમાં હવા ઓછી હોવાથી વહીલ બદલાવવા ગાડી ઉભી રાખી હતી તેમ જણાવ્યું હતું. કરોડોનું મુદ્દામાલ હોય અને સુમસાન જગ્યાએ ઊભા રહેવું તે મુદ્દે તપાસમાં ટુબલેસ ટાયર હોવાનું ખુલ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application